તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો કહેર:સુરેન્દ્રનગર પાલિકાના 12થી વધુ કર્મચારી સંક્રમિત

સુરેન્દ્રનગર13 દિવસ પહેલા
 • કૉપી લિંક
કર્મચારીઓમાં કોરોનાના કેસ વધતા સુરેન્દ્રનગર સંયુક્ત પાલિકામાં ટેક્ષ વિભાગની કામગીરી બંધ કરતા બોર્ડ મુકાયા. અને પાલિકા માં આવતા લોકોનું ચેકિંગ શરૂ કરાયુ. - Divya Bhaskar
કર્મચારીઓમાં કોરોનાના કેસ વધતા સુરેન્દ્રનગર સંયુક્ત પાલિકામાં ટેક્ષ વિભાગની કામગીરી બંધ કરતા બોર્ડ મુકાયા. અને પાલિકા માં આવતા લોકોનું ચેકિંગ શરૂ કરાયુ.
 • જિલ્લામાં એપ્રિલના 5 દિવસમાં જ કોરોનાના 95 કેસ : સોમવારે વધુ 25 દર્દી નોંધાયા, ગાંધી હોસ્પિટલમાં 30 સારવાર હેઠળ

જિલ્લામાં સોમવારે કોરોનાના વધુ 25 કેસ નોંધાયા હતા. એપ્રિલ મહિનાના 5 દિવસમાં જ 95 કેસ નોંધાયા છે. સોમવારે નોંધાયેલા 25 કેસમાંથી સુરેન્દ્રનગર સંયુક્ત પાલિકાનાં 12થી વધુ કર્મચારીઓ કોરોનાગ્રસ્ત થતા પાલિકાની કામગીરી પર વિપરીત અસર પડી છે.

લખતર તાલુકામાં પણ કોરોના વાઇરસના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. તંત્ર પાસેથી મળતી માહિતી મુજબ છેલ્લા 24 કલાકમાં તાલુકામાં 8 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં લખતર શહેરમાં 4, બજરંગપુરામાં 1, સદાદ ગામે 1, ઘણાદ ગામે 1 અને દેવળીયા ગામે 1 કેસ નોંધાયા છે. ત્યારે બિનસત્તાવાર રીતે મળતી માહિતી મુજબ લખતર તાલુકામાં અત્યાર સુધીમાં સૌથી વધુ રેકૉર્ડ બ્રેક 20થી વધારે કેસ નોંધાયા હોવાનું જાણવા મળે છે. જેમાં લખતર સામૂહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક અને ત્રણ પોલીસકર્મીઓ સંક્રમિત થયા છે.

તો લખતર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ટેસ્ટ કિટો પણ ખૂટી પડી હોવાનું જાણવા મળ્યું હતું. એજ રીતે ચોટીલા તાલુકામાં પણ સોમવારે 52 કેસ નોંધાયા હોવાનું સ્થાનિક તંત્ર કહી રહ્યું છે. પરંતુ જિલ્લા તંત્ર સત્તાવાર આંકડો છુપાવે છે.

ઈમરજન્સી સિવાયના તમામ કામો માટે પ્રવેશ પર પ્રતિબંધપાલિકામાં આવતા લોકોને પૂછપરછ કરી પ્રવેશ અપાય છે
જેમાં સૌથી વધુ હાઉસટેક્ષ વિભાગના કર્મચારીઓ ઝપટમાં આવતા હાઉસટેક્ષ, સોપ,પાણીકર, વ્યવસાય વેરા સહિતના વિભાગની તમામ કામગીરી હાલ પુરતી બંધ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત વીજળી, પાણી, સફાઇ સહિતની મહત્વની સમસ્યા તથા કામગીરી ચાલું રાખવામાં આવી છે.

પાલિકામાં કામ માટે આવતા લોકોને પણ પુછપરછ કરીને પછી જ પાલિકામાં પ્રવેશ આપવાનું ચાલુ કરી દેવામાં આવ્યુ છે. બિનજરૂરી આટા મારતા લોકો ને પ્રવેશતા બંધ કરાયા છે. કોરોનાવા વધતા કેસ સામે તંત્ર પણ એલર્ટ બની ગયુ છે. હાલ ગાંધી હોસ્પીટલમાં 30 દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે અને 30 દર્દીને શંકાસ્પદ તરીકે ઓબ્ઝર્વમાં રાખવામાં રાખવામાં આવ્યા છે. જયારે 15 દર્દીઓને ઓકસિજનની જરૂર પડી રહી છે.

સુરેન્દ્રનગર સંયુકત પાલિકામાં હાઉસટેક્ષ, પાણીકર, વ્યવસાય વેરો, શોપ લાયસન્સ સહિતના વિભાગની કામગીરી બંધ કરાઈ
વધતા કેસને ધ્યાને લઇને 5 હોસ્પિટલ સાથે 220 બેડના એમઓયુ કરાયા
સુરેન્દ્રનગર જિલ્લામાં શહેરની ત્રણ ખાનગી હોસ્પિટલ સાથે સારવાર માટેના બેડના એમઓયુ કરાયા છે. જેમાં સીયુશાહમાં-50, સવા હોસ્પિટલમાં-40, નિરામય ઓર્થોપેડિકમાં -35, હનુમંતમાં-20 અને મહર્ષિમાં 75 એમ કુલ 220 બેડ માટે એમઓયુ થયા છે. આ ખાનગી હોસ્પિટલમાં ગર્વમેન્ટ તરફથી દર્દીને રિફર કરાય તો કોઇ ચાર્જ થતો નથી.જો દર્દી સુવિધા સાથેના રૂમની માંગ કરે તો તેનો રૂ.8500થી લઇને રૂ.11000 એક દિવસનો ચાર્જ ભરવો પડે છે.
20 એપ્રિલ સુધી અર્જન્ટ સિવાયના વકીલો કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેશે
જિલ્લા કોર્ટ બાર એસો.ની 3 એપ્રિલે ઠરાવ બેઠક યોજાઇ હતી. જેમાં હાલ કોરોના મહામારીને અને વધતા કોરોના કેસોને ધ્યાને લઇ 20 એપ્રિલ સુધી કોર્ટની અરજન્ટ કાર્યવાહી સિવાયની કોર્ટ કાર્યવાહીથી વકિલો અલિપ્ત રહેશે. સુરેન્દ્રનગર બાર એસો. પ્રમુખ પ્રવિણસિંહ ઝાલાએ જણાવ્યુ કે ગુજરાત બાર એસો.ની સર્વ કોર્ટ દ્વારા આ ઠરાવ કરેલો છે. કોરોનાના વધતા સંક્રમણને ધ્યાને લઇ આ ઠરાવ કરાયો હોવાથી સહકાર આપવા અપીલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો