સ્પર્ધા:‘મારા પરિવારની સંઘર્ષ યાત્રા’ નિબંઘ સ્પર્ઘામાં 1000થી વધુ બાળકે ભાગ લીધો

સુરેન્દ્રનગરએક દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરદાર પટેલ વિદ્યાલયમાં બાળકો વચ્ચે સ્પર્ધા યોજાઇ

બાળક પોતાનાં પરિવારનાં સભ્યોનાં વર્તન, વ્યવહાર,સંઘર્ષ અને સંસ્કારોનાં માઘ્યમથી ઘડાતું હોય છે. દરેક બાળક પોતાનાં પરિવારનાં વડીલોનાં જીવન-કવનથી પરિચિત બને, દાદા-દાદીનું જીવન, વર્ષો પહેલાંની આર્થિક પરિસ્થિતિ, મુશ્કેલીઓ, રીત-ભાત, જીવનશૈલી અને સંયુક્ત પરિવારમાં અનેક સુખદ અને દુ:ખદ પ્રસંગોમાં કરેલા સંઘર્ષની વાતો જાણે.

વડીલોનાં જીવનમૂલ્યોને સમજે અને પોતાનાં જીવનમાં ઉતારે, કાકા-કાકી સહિત પોતાનાં માતા-પિતાની સંઘર્ષગાથા, આર્થિક સ્થિતિ, જવાબદારીઓ, ભૌતિક સગવડતાઓ અને અગવડતાઓ બંનેને જાણે અને ખાસ કરીને વર્તમાન પરિસ્થિતિથી સંપૂર્ણ વાકેફ થઈને પરિવારજનોની વાસ્તવિક સ્ટોરીને લખે અને જાણે તે માટે સુરેન્દ્રનગરની સરદાર પટેલ વિદ્યાલય શાળામાં નર્સરીથી ઘો.12 સુઘીનાં ગુજરાતી અને અંગ્રેજી માઘ્યમમાં ‘ મારા પરિવારની સંઘર્ષ યાત્રા ’ એવી નિબંઘ સ્પર્ઘા યોજવામાં આવી હતી. જેમાં આ સ્પર્ઘામાં 1000થી વઘુ બાળકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીઘો હતો.

પરિવારજનો પાસે બેસીને સંઘર્ષ યાત્રાને જાણી અને લખી હતી. આ નિબંઘ સ્પર્ઘામાં વિદ્યાર્થીઓને પરિવારીક યાદગાર તસવીરોને જુની સ્મૃતિરૂપે ચપકાવી હતી. આ પ્રકારની નિબંઘ સ્પર્ઘા ભારતમાં સૌ પ્રથમવાર સરદાર પટેલ વિદ્યાલય દ્વારા કરવામાં આવેલી છે. આ નિબંઘોમાંથી દરેક ઘોરણમાં વર્ગવાઈઝ પાંચ વિજેતાઓને એમ કુલ 139 વિધાર્થીઓને પ્રમાણપત્ર અને સ્મૃતિચિહ્‌ન રૂપે બોલપેન અર્પણ કરાઈ હતી.આ સ્પર્ઘાના પ્રમાણપત્રો વિજેતા વિદ્યાર્થીઓએ વિદ્યાર્થીકાળમાં મેળવેલા અનેક સિઘ્ઘિઓનાં પ્રમાણપત્રોમાં વિશેષરૂપે આ પ્રમાણપત્ર આગવું અને મહત્વનું બની રહેશે.

અન્ય સમાચારો પણ છે...