કાર્યક્રમ:સુરેન્દ્રનગર જિલ્લા NSUI પ્રમુખ સહિત 100થી વધુ યુવાન ભાજપમાં જોડાયા

સુરેન્દ્રનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લા એનએસયુઆઇ પ્રમુખ અને તેમની સાથે 100થી વધુ કોંગ્રેસી યુવા કાર્યકરોએ કોંગ્રેસનો હાથ છોડી રાજીનામું આપ્યું હતું.તેઓને ગાંધીનગર કમલમ ખાતે ભાજપમાં આવકારતો કાર્યક્રમ શનિવારે યોજાયો હતો.

વિકાસ, વિશ્વાસની રાજનીતિને સ્વીકારી અંત્યોદયના લક્ષ્યને સાર્થક કરવા અર્થે સુરેન્દ્રનગર એનએસયુઆઇ જિલ્લા પ્રમુખ ધ્રુવરાજસિંહ ચુડાસમા, કટોસણ ઠાકોર સાહેબ, ધર્મપાલસિંહ ઝાલા, સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસના પૂર્વ મહામંત્રી કૃષ્ણરાજસિંહ ઝાલા સહિત મોટી સંખ્યામાં યુવા કાર્યકર્તાઓ, સામાજિક આગેવાનો પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ્ મુકામે કેસરિયો ખેસ પહેરી પાર્ટીમાં જોડાયા હતા.

આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલ, પ્રદિપસિંહજી વાઘેલા, પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફીયા, પ્રદેશ મીડિયાના ઇન્ચાર્જ યજ્ઞેશભાઈ દવે, સહ ઇન્ચાર્જ ઝુબીનભાઈ આશરા, પ્રદેશ સોશિયલ મીડિયા વિભાગના સહ ઇન્ચાર્જ મનનભાઈ દાણી પણ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...