હાલાકી:મોરબીના ગાળા ગામનો પુલ એક મહિનાથી બંધ, સ્થાનિકો 4 કિ.મી ફરીને જવા મજબુર

મોરબી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
મોરબીના ગાળા ગામનો પુલ એક મહિનાથી બંધ, સ્થાનિકો 4 કિ.મી ફરીને જવા મજબુર - Divya Bhaskar
મોરબીના ગાળા ગામનો પુલ એક મહિનાથી બંધ, સ્થાનિકો 4 કિ.મી ફરીને જવા મજબુર
  • પુલ ઉપર ગાબડું પડતા જોખમને લઈ પુલ ઉપર અવર જવર બંધ કરી દેવાઇ હતી
  • આજ દિન સુધી પુલનું રીપેરીંગ કરવામાં ન આવતા સ્થાનિક લોકોને ફરી ફરીને જવું પડે છે

મોરબીના ગાળા ગામ પાસેનો પુલ એક માસથી બંધ હોવાથી આશરે 10 ગામના લોકોનો હાલાકી પડી રહી છે. એક મહિના અગાઉ આ પુલ ઉપર ગાબડું પડતા જોખમ ઉભું થતા પુલ ઉપર અવર જવર બંધ કરી દેવાઇ હતી. બાદમાં આજ દિન સુધી પુલનું રીપેરીંગ કરવામાં ન આવતા સ્થાનિક લોકોને ફરી ફરીને જવું પડે છે.

મોરબીના ગાળા ગામનો પુલ ઘણા સમયથી જોખમી હાલતમાં છે. તેમાંય એક મહિના પહેલા આ પુલ ઉપરથી પસાર થવું ભારે ખતરનાક બન્યું છે. જેમાં એક મહિના અગાઉ આ પુલ ઉપર અકસ્માત થયો હતો. ત્યારે પુલ જર્જરિત હોવાથી પુલ ઉપર મસમોટું ગાબડું પડ્યું હતું. આથી સલામતીના ભાગરૂપે આ પુલ ઉપર વાહનોની અવરજવર બંધ કરી દેવામાં આવી હતી.

ગ્રામજનોએ વખતો વખત સંબધિત તંત્રને આ પુલનું તાકીદે યોગ્ય રીપેરીંગ કરવાની રજૂઆત કરી હતી. પરંતુ તંત્રએ હજુ સુધી પુલનું કામ જ ન કરતા ગ્રામજનોની રજૂઆતો બેઅસર રહી છે. આ પુલનો આજુબાજુના 10 ગામના લોકો ઉપયોગ કરે છે. હવે પુલ બંધ હોવાથી લોકોને 4-5 કિમી સુધી ફરી-ફરીને જવું પડે છે. વાઘપર તરફના વૈકલ્પિક માર્ગ પણ સાંકડો હોવાથી ખેડૂતોને ખેતરે સર સમાન સાથે જવા માટે ભારે હાલાકી ભોગવવી પડે છે. આથી સ્થાનિકોએ આ નવો પુલ મંજૂર થઈ ગયો હોય તંત્ર તાકીદે નવા પુલનું કામ શરૂ કરે તેવી માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...