જિલ્લા કક્ષાએ મેદાન માર્યું:જોધપરમાં યોજાયેલા ખેલ મહાકુંભ સ્પર્ધામાં મોરબીના ટંકારાની પ્રાથમિક શાળાના બાળકોએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું

મોરબી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
જોધપરમાં યોજાયેલા ખેલ મહાકુંભ સ્પર્ધામાં મોરબીના ટંકારાની પ્રાથમિક શાળાના બાળકોએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું - Divya Bhaskar
જોધપરમાં યોજાયેલા ખેલ મહાકુંભ સ્પર્ધામાં મોરબીના ટંકારાની પ્રાથમિક શાળાના બાળકોએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું
  • વિવિધ સ્પર્ધામાં પ્રથમ, દ્વિતિય અને તૃતિય સ્થાન મેળવી શાળા અને ગામનું નામ રોશન કર્યું
  • ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે યોજાયેલી ક્વિઝ સ્પર્ધામાં કુંતાસીની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનો ઉત્કૃષ્ઠ દેખાવ

જોધપરમાં યોજાયેલા ખેલ મહાકુંભ સ્પર્ધામાં મોરબીના ટંકારાની પ્રાથમિક શાળાના બાળકોએ જિલ્લા કક્ષાએ મેદાન માર્યું હતું. આ ઉપરાંત ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે યોજાયેલી ક્વિઝ સ્પર્ધામાં કુંતાસીની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ઠ દેખાવ કર્યો હતો. જ્યારે ખેલ મહાકુંભની એથ્લેટીક્સ સ્પર્ધામાં ટંકારાની જબલપુર પ્રાથમિક શાળાના બાળકોએ જિલ્લા કક્ષાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું.

જેમાં 100 મીટર U-14 દોડમાં ઓમ સંજયભાઈ કાસુન્દ્રા પ્રથમ સ્થાન, 400 મીટર U-17 દોડમાં હટીલા રીના અબશિંગભાઈ પ્રથમ, સ્ટેન્ડિંગ બ્રોડજંપ U-11માં કાવ્યા રાજેશભાઈ ભાલોડીયા પ્રથમ, 200 મીટર U-14 દોડમાં સાલાણી રિદ્ધિ રમેશભાઈ દ્વિતિય, 50 મીટર U-11 દોડમાં દિયા દિલીપભાઈ ફેફરે તૃતિય સ્થાન મેળવી શાળા અને ગામનું નામ રોશન કર્યું હતું.

શિક્ષણ વિભાગ ગુજરાત સરકારના સહયોગથી એડયુટર એપ દ્વારા ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ નિમિત્તે 1મે થી 10મે સુધી ગુજરાત દિવસ ક્વિઝ મહાઅભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું પરિણામ આજ રોજ જાહેર કરવામાં આવ્યું છે.

જેમાં કુંતાસી ગામની પ્રાથમિક શાળાના બે અને હાઈસ્કૂલના બે એમ એક જ ગામના ચાર વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ઠ દેખાવ કરી સમગ્ર ગુજરાતના ટોપ ટેનમાં સ્થાન મેળવી ગામ અને મોરબી જિલ્લાનું નામ રોશન કર્યું છે. કુંતાસી પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની કુંડારીયા જાનવીએ બીજો ક્રમ, કુંડારીયા એકતાએ આઠમો ક્રમ અને હાઈસ્કૂલની વિદ્યાર્થીની સોઢીયા પૂજાએ સાતમો ક્રમ જ્યારે બસીયા વીણાએ નવમો ક્રમ મેળવ્યો છે.

સમગ્ર ગુજરાતમાં બીજો ક્રમ મેળવેલી કુંડારીયા જાનવીનું શિક્ષણમંત્રી જીતુ વાઘણીના હસ્તે સન્માન થશે. આ ક્વિઝમાં ગુજરાતની સંસ્કૃતિ, કલા-સાહિત્ય,વારસો, ઇતિહાસ, ભૂગોળ અને સ્થાપત્ય આધારિત પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. સમગ્ર અભિયાન અંતર્ગત આ ક્વિઝ અભિયાનમાં કુંતાસીનાં કુલ ચોવીસ બાળકોએ ભાગ લીધો અને શાળા સમય બાદ પણ શાળાએ આવી ખૂબ મહેનત કરી હતી. આ દરમિયાન શાળાના શિક્ષક બેચર ગોધાણીએ તમામ બાળકોને સતત માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...