તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જુગાર:મોરબીના ફ્લોરા હાઉસમાં ચાલતી જુગારની ક્લબ પર દરોડો, સાત જુગારી 5 લાખની રોકડ સાથે ઝડપાયા

મોરબી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મોરબી લોકલ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે દરોડો પાડ્યો

મોરબી તાલુકાના જોધપુરમાં આવેલા ફ્લોરા હાઉસના બંગલામાં જુગાર કલબ ધમધમતો હોવાની બાતમીને આધારે એલસીબી ટીમે દરોડો પાડી સાત જુગારીઓને રૂ.5.14 લાખની રોકડ અને 6 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી લેતા જુગારી આલમમાં ફફડાટ મચી જવા પામ્યોં છે.

મોરબી એલસીબી ટીમને મળેલી સચોટ બાતમીના આધારે જોધપુર ગામની સીમમાં આવેલા ફ્લોરા હાઉસના બંગલા નંબર15 માં રવાપર રોડ ઉપર રહેતા કિશોરભાઈ ગણેશભાઇ અધારા બહારથી માણસો બોલાવી ગંજીપત્તાના પાના વડે પૈસાની હાર જીતનો જુગાર રમાડે છે. જેને પગલે એલસીબી ટીમે ઉપરોક્ત સ્થળે દરોડો પાડતા કિશોરભાઇ ગણેશભાઇ અધારા, ઉ.50, રાજેશભાઇ સવજીભાઈ બાવરવા,ઉ.40, મહેશભાઇ ચતુરભાઈ ચાડમીયા પટેલ ઉ.વ.36, જયસુખભાઇ ઠાકરશીભાઇ કાસુન્દ્રા ઉ.39, રણજીતભાઇ હરજીભાઇ કાવઠીયા, ઉ.વર્ષ 45, અલ્પેશભાઇ નાથાભાઇ ભાલોડીયા ઉ.વર્ષ 33, સંજયભાઈ બાબુ ભાઈ ચૌહાણ, ઉ.વર્ષ 42 રોકડ રૂ. 5,14,000 તથા અલગ અલગ કંપનીના મોબાઇલ ફોન નંગ-7 કુલ કિં. રૂ.1,09,000ના મુદામાલ સાથે સાતેય આરોપીઓને પકડી પાડી આરોપીઓ વિરૂધ્ધ જુગાર ધારા કલમ હેઠળ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો