તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:નકલી રેમડેસિવિર કૌભાંડમાં સુરતના પાંચેય આરોપીઓ મોરબી પોલીસના કબ્જામાં

સુરેન્દ્રનગર10 દિવસ પહેલા
 • કૉપી લિંક
નકલી રેમડેસિવિર કૌભાંડમાં સુરતના પાંચેય આરોપીઓ મોરબી પોલીસના કબ્જામાં - Divya Bhaskar
નકલી રેમડેસિવિર કૌભાંડમાં સુરતના પાંચેય આરોપીઓ મોરબી પોલીસના કબ્જામાં
 • સમગ્ર રાજ્યમાં 6 હજાર નકલી રેમડેસિવિર ઇન્જેક્શન કોને-કોને આપ્યા તે અંગે ઘનિષ્ઠ તપાસ
 • 11 આરોપીઓના કોરોના ટેસ્ટ બાદ વિધિવત ધરપકડ કરાશે

મોરબીના ચકચારી રાજ્યવ્યાપી નકલી રેમડેસિવિર ઇન્જેક્શન કૌભાંડમાં સુરતમાં પકડાયેલા 5 શખ્સોનો મોરબી પોલીસે આજે કબ્જો મેળવ્યો હતો. ખાસ કરીને આ નકલી રેમડેસિવિર વેચવાની સુરતથી અમદાવાદ અને અમદાવાદથી વાયા મોરબીની ચેન હતી. તેમાં પડદા પાછળ રહેલા મોટા માથાઓનો કોઈ ભૂમિકા હતી કે કેમ? તેમજ ગુજરાતમાં વેચેલા 6 હજાર ઇન્જેક્શનો કોને-કોને આપ્યા? તે અંગે પોલીસે ધનિષ્ઠ તપાસ હાથ ધરી છે.

આખી રાજ્ય વ્યાપી ચેઇનનો પર્દાફાશ થયો

મોરબીમાં નકલી રેમડેસિવિરનો કાળો કારોબાર કરતા બે શખ્સો 41 ઇન્જેક્શન સાથે ઝડપાઇ ગયા બાદ નકલી રેમડેસિવિર ઇન્જેક્શન કૌભાંડનું અમદાવાદથી વાયા મૂળ સુરતનું કનેક્શન ખુલ્યું હતું. મોરબીથી પકડાયેલા બે શખ્સોએ અમદાવાદના બે શખ્સો પાસેથી આ નકલી રેમડેસિવિર વેચાતા લીધા હોવાની કબૂલાત આપતા મોરબી પોલીસે અમદાવાદથી બે શખ્સોને દબોચી લીધા છે. તો એ બન્ને સુરતનું નામ આપ્યું. આ રીતે આખી રાજ્ય વ્યાપી ચેઇનનો પર્દાફાશ થયો હતો.

પોલીસની તપાસમાં વધુ કેટલાક ચોંકાવનારા ઘટસ્ફોટ થશે

જેમાં સુરતમાંથી નકલી રેમડેસિવિર ઇન્જેક્શનની આખી ફેકટરી ઝડપાઇ હતી અને પોલીસે કુલ 11 શખ્સોને ઝડપી લીધા હતા. જોકે હજુ કોરોના રિપોર્ટ કરાવ્યા બાદ આ તમામની વિધિવત ધરપકડ કરવામાં આવશે. પોલીસે હાલ જણાવ્યું હતું કે, મોરબીના બે શખ્સો અમદાવાદથી નકલી રેમડેસિવિર વેચાતા લાવ્યા હતા અને અહીં વેચવાના હતા. તે પહેલાં જ ઝડપી લેવાયા હતા. એટલે મોરબી પોલીસના કહેવા પ્રમાણે મોરબી આ નકલી ઇન્જેક્શન કોઈને અપાયા નથી. આમ છતાં કોને કોને વેચ્યા તે અંગે તપાસ ચાલી રહી છે. પણ આ જીવલેણ કૌભાંડના તાર પુરા રાજ્યને અડતા હોવાથી હજુ પણ પોલીસની તપાસમાં વધુ કેટલાક ચોંકાવનારા ઘટસ્ફોટ થશે.

પોલીસે આરોપીઓની પૂછપરછની તજવીજ હાથ ધરી

પોલીસના જણાવ્યા મુજબ સુરતમાં આરોપીઓએ દસ દિવસ પહેલા જ નકલી રેમડેસિવિર બનાવવાની ફેકટરી શરૂ કરી હતી. આરોપીઓ રો-મટીરીયલ સહિતના એકબીજાના ધંધા સાથે સંકળાયેલા હોવાથી નકલી રેમડેસિવિરના કાળા કારોબારનું વાયા-વાયા નેટવર્ક ચાલતું હતું. અત્યાર સુધીમાં આ ટોળકીએ કેટલા ઇજકેશનો વેચ્યા તે અંગે પોલીસે આરોપીઓની પૂછપરછની તજવીજ હાથ ધરી છે.

નકલી રેમડેસીવીર ઇન્જેક્શનમાં ફક્ત ગ્લુકોઝ અને મીઠું જ હોવાથી દર્દીઓને એ ઇન્જેક્શમ આપવામાં મોટું જોખમ હોય એવા નકલી રેમડેસિવિર કેટલા લોકોને ધાબડી દેવાયા તે અંગે હજુ સુધી પોલીસે ફોડ પડયો નથી. કેટલા લોકોના જીવ જોખમમાં મુકાયા તે અંગેની વિગતો પણ હજુ બહાર આવી નથી. જોકે આ કૌભાંડમાં આરોપીઓઓ માછલીઓ જ હોય શકે એમ છે. કારણ કે, મોટામાથાની ઓથ વગર આવડું મોટું કૌભાંડ ન થઈ શકે. આ કૌભાંડમાં પોલીસે હાલ આરોગ્ય કે મેડીકલ ક્ષેત્રના લોકોના હાથની શકયતા નકારી કાઢી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો