તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • Morbi MLA Brijesh Merja Fell On The Road While Sitting In A Car And Suffered Four Fractures In His Right Shoulder, An Operation Was Performed In Gandhinagar

ઇજાગ્રસ્ત:મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજા ગાડીમાં બેસવા જતાં રોડ પર પડી જતાં જમણા ખભામાં ચાર ફ્રેક્ચર થયાં, ગાંધીનગરમાં ઓપરેશન કરાયું

સુરેન્દ્રનગર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજકોટમાં એક બેઠકમાં હાજરી આપ્યા બાદ ગાડીમાં બેસવા જતાં નીચે પટકાયા હતા
  • એકથી સવા મહિનો આરામ કરવાની ડોક્ટરની સલાહ

મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજા રાજકોટમાં એક બેઠકમાં હાજરી આપ્યા બાદ ગાડીમાં બેસવા જતાં રોડ પર પડી જતાં તેમના જમણા ખભા પર ઇજાઓ પહોંચી હતી. તેમને રાજકોટની હોસ્પિટલ લઇ જવાતાં તેમના ખભામાં ચાર ફ્રેક્ચર થયા હોવાનું ડોક્ટરે જણાવતાં તેમને ગાંધીનગર લાવવામાં આવ્યા હતાં અને ઓપરેશન કરવામાં આવ્યું હતું.

મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજા બુધવારે રાત્રે નવ વાગા સુધી વિધાનસભામાં હાજરી આપી ગુરુવારે સવારે છ વાગ્યે રાજકોટથી મોરબી આવવા નીકળ્યા હતા, તે દરમિયાન રાજકોટમાં એક બેઠકમાં હાજરી આપી કારમાં બેસવા જતા હતા ત્યાં રોડ પર પથરાળ જમીનમાં પગમાં આંટી આવી જતા પડી જવાને કારણે તેમના જમણા ખભા ઉપર મોટી ઇજાઓ થઇ હતી.

ધારાસભ્ય બ્રિજેશ મેરજાને રાજકોટ ખાતે ખાનગી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતાં. જ્યાં ઓર્થોપેડિક સર્જને નિદાન કર્યું હતું જેમાં તેમના જમણા ખાંભાના હાડકમાં ચાર જગ્યાએ ફ્રેકચર થયા હોવાનું ડોક્ટરે જણાવતાં ત્યાંથી તેમને ગાંધીનગર ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ખાનગી હોસ્પિટલમાં પાંચ નિષ્ણાત ડોક્ટરની પેનલ દ્વારા તેમનું ઓપરેશન કરવામાં આવ્યું હતું.

નિષ્ણાંત ડોક્ટરોની ટીમ દ્વારા કરાયેલુ આ ઓપરેશન સફળ રહ્યું છે. આ ગંભીર સર્જરીને કારણે એકથી સવા મહિના સુધી સંપૂર્ણ બેડ રેસ્ટની સલાહ ડોકટરે આપી છે. બ્રિજેશ મેરજા એક મહિનો આરમમાં હોવાથી તેમના કોઇ પર કામ અંગે તેમના કાર્યાલમાં પીએનો સંપર્ક કરવાનો રહેશે તેમજ મોરબી વિસ્તારના સંગઠનના આગેવાનો દ્વારા મદદ મેળવવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...