તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાવ ફેર આપવાની જાહેરાત:મોરબી મહિલા દૂધ સંઘ દ્વારા પશુપાલકોને રૂપિયા ૧૭.૩ કરોડનો ભાવ ફેર ચૂકવવામા આવશે

સુરેન્દ્રનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
મોરબી મહિલા દૂધ સંઘ દ્વારા પશુપાલકોને રૂપિયા ૧૭.૩ કરોડનો ભાવ ફેર ચૂકવવામા આવશે - Divya Bhaskar
મોરબી મહિલા દૂધ સંઘ દ્વારા પશુપાલકોને રૂપિયા ૧૭.૩ કરોડનો ભાવ ફેર ચૂકવવામા આવશે
  • જીલ્લામાં 291 દૂધ મંડળી કાર્યરત:વર્ષ 2020-21માં દુધ સંઘનું ટર્નઓવર 240 કરોડએ પહોચ્યુ

તાજેતરમાં મોરબી મહિલા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. સંચાલિત મયુર ડેરી દ્વારા વર્ષ 2020-21નો પશુપાલકોને ભાવ ફેર આપવાનું જાહેર કરવામાં આવ્યું છે. મહિલા દૂધ સંઘ સાથે સંકળાયેલા જિલ્લાના 26 હજારથી વધુ પશુપાલકોને 17.3 કરોડ રૂપિયાનો ભાવ ફેર ચુકવશે.

મોરબી મહિલા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. સંચાલિત મયુર ડેરી સાથે જિલ્લાના 26 હજારથી વધુ પશુપાલકો જોડાયેલા છે દૂધ સંઘ સંચાલિત 291 દૂધ મંડળી પર હાલના સમયમાં પણ દરરોજ 1.55 લાખ લીટર દૂધ સંપાદન કરવામાં આવી રહ્યું છે. જિલ્લા દૂધ સંઘ દ્વારા કોરોનાના કપરા સમયમાં પણ વર્ષ 2020-21માં પશુપાલકોને પ્રતિ કિલો ફેટના 719 રૂપિયા મુકવામાં આવ્યા છે.

તાજેતરમાં દૂધ સંઘના ચેરમેન હંસાબેન મગનભાઇ વડાવીયા અને વાઇસ ચેરમેન ગાયત્રીબા નરેન્દ્ર સિંહ ઝાલા તેમજ દૂધ સંઘના ડિરેક્ટરોની હાજરીમાં બેઠક મળી હતી. આ બેઠકમાં દૂધ સંઘ સાથે જોડાયેલા પશુપાલકોને પ્રતિકિલો ફેટે રૂ 55નો ભાવ ફેર ચૂકવવાનું જાહેર કરવામાં આવ્યો છે, જેથી જિલ્લાના 26 હજાર પશુપાલકોને 17.3 કરોડનો ભાવ ફેર ચૂકવવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે આવી કપરી પરિસ્થિતીમાં જિલ્લા દૂધ સંઘ દ્વારા જે પશુપાલકોને ભાવ ચુકવવામાં આવ્યો છે, તે હાલના સમયમાં પશુપાલકોને ખરા અર્થમાં આશીર્વાદરૂપ સાબિત થશે. વધુમાં ચેરમેન હંશાબેન પટેલ એ જણાવ્યું હતું કે ઓછા ખર્ચે વધુ દૂધ ઉત્પાદન મેળવવા તેમજ પશુપાલનના વ્યવસાયને નફાકારક બનાવવા,પશુઓ તંદુરસ્ત રહે અને દૂધની માત્રા વધે તથા ગુણવત્તા સુધરે તે માટે મોંઘાદાટ ખોળ અને બજાના દાણને બદલે સસ્તું અને પૌષ્ટિક અમુલ દાણ ખવડાવવા પશુપાલકોને અપીલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...