અમદાવાદ-માળીયા હાઇવે ઉપરથી એલસીબી ટીમે ભૂંસાની આડમાં રાજસ્થાનથી કચ્છના ગાંધીધામ લઈ જવાતો વિદેશી દારૂ બિયરનો જંગી જથ્થો ઝડપી લઈ આઇસર સહિત કુલ રૂપિયા 32.70 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
સૂત્રો અનુસાર મોરબી એલસીબીની ટીમને બાતમી મળી હતી કે, રાજસ્થાનથી કચ્છના ગાંધીધામ તરફ દારૂ-બિયરનો જંગી જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે. જેને પગલે મોરબી એલસીબીએ અમદાવાદ માળીયા હાઇવે ઉપર વોચ ગોઠવતાં ભૂંસાની આડમાં લઈ જવામાં આવી રહેલા વિદેશી દારૂ અને બિયરના જંગી જથ્થા સાથે એક શખ્સને આઇસર ગાડી સાથે ઝડપી લેવામાં આવ્યો હતો.
વધુમાં આઇસર ગાડીમાં ભૂંસા ભરેલી પ્લાસ્ટીકની બોરીઓની આડમાં છુપાવેલી મેકડોવેલ્સની 1 બોટલ, સુપીરીયર વ્હીસ્કીની નાની મોટી 10 હજાર 536 બોટલો, કિ. રૂ. 20 લાખ 37 હજાર, રોયલ ચેલેન્જ ક્લાસિક પ્રિમીયમ વ્હીસ્કીની 612 બોટલો, કિ. રૂ. 3 લાખ 18 હજાર 240, ગોડફાધર બિયરના 3120 ટીન કિ. રૂ. 3 લાખ 12 હજાર, કિંગફીશર બિયરના 960 ટીન, કિ. રૂ. 96 હજાર, આઇસર ગાડી રજી. નં. GJ-06-22-3206 કિ. રૂ. 5 લાખ, 1 એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કિ. રૂ. 5 હજાર, રોકડા રૂપિયા 2660 તથા અન્ય મુદામાલ મળી કુલ રૂપિયા 32 લાખ 70 હજાર 900નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
એલસીબીની ટીમે દારૂ અને બિયરના જંગી જથ્થા સાથે બળવંતસીંગ સોનારામ શાહુને ઝડપી લઈ દારૂનો જથ્થો મોકલનારા વિનોદ સિંધીઅને દારૂનો જથ્થો ભરાવી આપનારા માધુસીંગ રાજપૂતના નામ ખોલાવી બંન્નેને ફરાર દર્શાવી ત્રણેય વિરૂદ્ધ પ્રોહીબિશન એક્ટ મુજબ ગુનો નોંધાવ્યો છે.
આ સફળ કામગીરી એલસીબી પીઆઇ એમ.આર.ગોઢાણીયા, પીએસઆઇ એન.એચ.ચુડાસમા, એ.ડી.જાડેજા, એએસઆઈ રજનીકાંત કૈલા, સંજયભાઇ પટેલ, પોલાભાઇ ખાંભરા, હેડ કોન્સ્ટેબલ સુરેશભાઇ હુંબલ, રામભાઇ મઢ, દિલીપભાઇ ચૌધરી, વિક્રમસિંહ બોરાણા, શકિતસિંહ ઝાલા, ચંદુભાઇ કાણોતરા,ચંદ્રકાંતભાઇ વામજા, જયેશભાઇ વાઘેલા, પૃથ્વીરાજસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડા, પો.કોન્સ. વિક્રમભાઇ કુગસીયા, ભગીરથસિંહ ઝાલા, ભરતભાઇ જીલરીયા, દશરથસિંહ પરમાર, અશોકસિંહ ચુડાસમા, પરાક્રમસિંહ જાડેજા, સતિષભાઇ કાંજીયા તેમજ હરેશભાઇ સરવૈયા, વગેરે દ્વારા કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.