તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અપીલ:મોરબી ડુપ્લીકેટ રેમડેસિવિર કૌભાંડમાં ભોગ બનનારાને આગળ આવે, પોલીસનો ભોગ બનનારને અનુરોધ

સુરેન્દ્રનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
મોરબી ડુપ્લીકેટ રેમડેસિવિર કૌભાંડમાં ભોગ બનનારાને આગળ આવે, પોલીસનો ભોગ બનનારને અનુરોધ - Divya Bhaskar
મોરબી ડુપ્લીકેટ રેમડેસિવિર કૌભાંડમાં ભોગ બનનારાને આગળ આવે, પોલીસનો ભોગ બનનારને અનુરોધ
  • રાજ્યના વિવિધ શહેરોમાંથી અત્યાર સુધીમાં 11 શખ્સોની ધરપકડ કરાઇ છે
  • જે લોકોએ આ શખ્સો કે તેમના સાગરીતો પાસેથી ઇન્જેક્શન મેળવ્યા હોય તેઓ તુરંત પોલીસને જાણ કરે તેવો અનુરોધ

કોરોના મહામારી વચ્ચે પણ કૌભાંડિયા તત્વો દ્વારા લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી ધીકતો ધંધો કરી નાણા રળી લેવા માટે નકલી રેમડેસીવીર ઇન્જેક્શનનો કાળો કારોબાર કરતા હોવાનું જબરદસ્ત રાજ્યવ્યાપી કૌભાંડ મોરબી પોલીસે ઝડપી લઇ વિવિધ શહેરો સુધી તપાસનો દોર લંબાવીને અત્યાર સુધીમાં મધ્યપ્રદેશના 3 શખ્સો મળીને કુલ 11 શખ્સોને પકડી પાડ્યા છે. આ તમામ શખ્સો સામે કડક કાર્યવાહી હાથ ધરવા પોલીસે ભોગ બનનારાઓને પોલીસને જાણ કરવા અનુરોધ કર્યો છે.

મોરબી જિલ્લા પોલિસે ડુપ્લીકેટ ઇન્જેક્શનોની બનાવટ તથા વેચાણ કરતા ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં સિટી બી ડિવિઝન પોલીસે વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરાવીને તપાસ હાથ ધરી હતી. આ તપાસમાં બે સ્થાનિક શખ્સો અને અત્યાર સુધીમાં મધ્યપ્રદેશના 3 શખ્સો સહિત કુલ 11 શખ્સોએ પોતે ઉપરાંત બીજા થકી દર્દીઓને ઇન્જેક્શન વેચ્યા હતા.

આ ડુપ્લીકેટ રેમડેસીવીર ઇન્જેક્શન મોરબી, અમદાવાદ, કડી, મહેસાણા, પાટણ, પાલનપુર, સુરત, જબલપુર, ઇન્દોર, વગેરે વિસ્તારમાં વેચવામાં આવ્યા હોવાનું ખુલ્યું છે. જેથી આ 11 શખ્સો પાસેથી અથવા તેના સાગરીતો પાસેથી જે કોઈએ ઇન્જેક્શન મેળવ્યા હોય અને ઇન્જેક્શન લઈને આડઅસર થઈ હોય તો તુરંત પોલીસને જાણ કરવા મોરબી જિલ્લા પોલીસે જાહેર અનુરોધ કર્યો છે. જેથી આરોપી વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થઈ શકે.

(1) રાહુલ અશ્વિનભાઈ લુવાણા ઉ.વ.29 રહે. મોરબી(2) રવિરાજ ઉર્ફે રાજ મનોજભાઈ લુવાણા ઉ.વ.26 રહે. મોરબી(3) મહંમદ આશીમ ઉર્ફે મહંમદ આશિફ શેખ ઉ.વ.29 રહે. અમદાવાદ- જુહાપૂરા(4) રમીઝ સૈયદ હુસેન કાદરી ઉ.વ.32 રહે. અમદાવાદ, જુહાપુરા(5) ફહિમ ઉર્ફે ફઇમ હારુનભાઈ મેમણ ઉ.વ.30 રહે. અમદાવાદ- વેજલપુર(6) નફિસ કાસમભાઈ મન્સૂરી ઉ.વ.38 રહે. અમદાવાદ, જુહાપુરા(7) કૌશલભાઈ મહેન્દ્રભાઈ વોરા ઉ.વ.36 રહે. સુરત, અડાજણ(8) પુનિતભાઈ ગુણવંતલાલ શાહ ઉ.વ.39 રહે. સુરત, અડાજણ(9) સુનિલ રાવેન્દ્ર મિશ્રા ઉ.વ.33 રહે. ઇન્દોર, મધ્યપ્રદેશ(10) સપન સુરેન્દ્રકુમાર જૈન ઉ.વ.37 રહે. જબલપુર, મધ્યપ્રદેશ(11) કુલદીપ ગોપાલભાઈ સાબલિયા ઉ.વ.25 રહે. ઇન્દોર, મધ્યપ્રદેશ

અન્ય સમાચારો પણ છે...