તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બજેટ મંજૂર:મોરબી જિલ્લા પંચાયતનું રૂ. 6.05 કરોડની પુરાંતવાળું બજેટ સર્વાનુમતે મંજૂર કરાયું

સુરેન્દ્રનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • શિક્ષણ ક્ષેત્રે રૂ. 51.33 લાખ, આરોગ્ય ક્ષેત્રે રૂ. 18.75 લાખ ફાળવાયા

મોરબી જીલ્લા પંચાયતમાં આજે બજેટ બોર્ડની બેઠક રાખવામાં આવી હતી. જેમાં વર્ષ 2021-22નું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં કુલ રૂ.17.84 કરોડની આવક થશે. જેમાંથી રૂ.11.78 કરોડના ખર્ચને બાદ કરીને નાણાકીય વર્ષના અંતે રૂ. 6.05 કરોડની પુરાંત રહશે તેવું બજેટ બોર્ડમાં સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યુ હતુ.

ગ્રામ્ય વિસ્તારોમાં સિંચાઈ, ખેતી, શિક્ષણ માટેના કામો લેવામાં આવ્યા

ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં ડ્રેજનના પ્રશ્નો ઉકેલવા માટે જિલ્લા પંચાયત દ્વારા જરૂરી મશીનરી વસાવવામાં આવે, ખેતી અને નાની સિચાઈ માટેના કામમાં વધુ રકમની જોગવાઈ કરવામાં આવે તેના માટેની દરખાસ્ત જિલ્લા પંચાયતના સભ્ય દ્વારા બોર્ડમાં કરવામાં આવી હતી. મોરબી જીલ્લા પંચાયતના પ્રમુખ ચંદુ સિહોરાના અધ્યક્ષ સ્થાને બજેટ બોર્ડ બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં જીલ્લા પંચાયતની વર્તમાન બોડીએ પ્રથમ બજેટ રજૂ કર્યું હતું અને વર્ષ 2021-22ના નાણાકીય વર્ષ માટે આજે મળેલી સામાન્ય સભામાં જીલ્લાના જુદાજુદા ગ્રામ્ય વિસ્તારોમાં સિંચાઈ, ખેતી, શિક્ષણ માટેના કામો લેવામાં આવ્યા હતા. અને આ બજેટમાં જે જોગવાઈ કરવામાં આવી હતી.

પંચાયત અને વિકાસ ક્ષેત્રે રૂ. 518.40 લાખ મંજૂર થયા

તેમાં સામાન્ય વહીવટ ક્ષેત્રે રૂ.71.62 લાખ, પંચાયત અને વિકાસ ક્ષેત્રે રૂ. 518.40 લાખ, શિક્ષણ ક્ષેત્રે રૂ. 51.33 લાખ, આરોગ્ય ક્ષેત્રે રૂ. 18.75 લાખ, ખેતીવાડી ક્ષેત્રે રૂ. 5 લાખ, સમાજકલ્યાણ ક્ષેત્રે રૂ. 50 લાખ, આંકડા શાખા માટે રૂ. 1.30 લાખ, કુદરતી આફતો માટે રૂ. 51 લાખ, સિંચાઇ ક્ષેત્રે રૂ. 91.75 લાખ, બાંધકામ ક્ષેત્રે રૂ. 238.01 લાખ, પ્રકિર્ણ યોજના અને કાર્યો માટે રૂ. 80.36 લાખનો સમાવેશ થાય છે. અને આ વિકાસ કાર્યો અને ખર્ચ પછી પણ રૂ. 6.05 કરોડની પુરાંત રહે તેવું બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતુ.

સિંચાઈ માટેના કામમાં વધુ રકમની જોગવાઈ કરવા દરખાસ્ત કરાઇ

આ બેઠકમાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં ડ્રેજનના પ્રશ્નો ઉકેલવા માટે જિલ્લા પંચાયત દ્વારા જરૂરી મશીનરી વસાવવામાં આવે તેવી દરખાસ્ત હિર ટમારિયા દ્વારા કરવામાં આવી હતી. તો ભૂપત ગોધાણી દ્વારા જીલ્લામાં ખેતી અને નાની સિંચાઈ માટેના કામમાં વધુ રકમની જોગવાઈ કરવામાં આવે તેના માટેની દરખાસ્ત બોર્ડમાં કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો