તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:તાઉ-તે વાવાઝોડાના કારણે અગરિયાઓને થયેલા નુકસાનનું વળતર આપવા મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખે CM રૂપાણીને પત્ર લખ્યો

સુરેન્દ્રનગર5 દિવસ પહેલા
  • કૉપી લિંક
તાઉ-તે વાવાઝોડાના કારણે અગરિયાઓને થયેલા નુકસાનનું વળતર આપવા મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખે CM રૂપાણીને પત્ર લખ્યો - Divya Bhaskar
તાઉ-તે વાવાઝોડાના કારણે અગરિયાઓને થયેલા નુકસાનનું વળતર આપવા મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખે CM રૂપાણીને પત્ર લખ્યો
  • વાવાઝોડાના કારણે થયેલા લાખો ટન મીઠાના ધોવાણના વળતર માટે રજૂઆત

રાજ્યભર પર આફત બનીને આવેલા તાઉ-તે વાવાઝોડાએ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં તારાજી સર્જી હતી. વાવાઝોડા લીધે મીઠાને થયેલા નુકસાનીનું તાકીદે વળતર આપવા મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુલાલ શિહોરા દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીને લેખીત રજૂઆત કરવામાં આવી છે.

આ રજુઆતમાં જણાવાયા અનુસાર, ગત તા.18 મેના રોજ તાઉ-તે નામના વાવઝોડાના લીધે ભારે પવન અને વરસાદથી ગુજરાતના મોટા ભાગમાં નુકસાની સર્જી છે. તેવી જ રીતે મોરબી જિલ્લાના હળવદ અને માળીયા (મી.) તાલુકામાં તેમજ રણકાંઠા વિસ્તારના અગરીયાઓને પણ મોટું નુકસાન થયું છે.

આ વિસ્તારના મીઠું પકવતા લોકોની મુલાકાત દરમિયાન જાણવા મુજબ વાવાઝોડાના કારણે લાખો ટન મીઠાનું ધોવાણ થયું છે. તેમજ તેનના રહેઠાણને મોટા પાયે નુકસાન થયું છે અને તેનું સર્વે પણ થયું છે, પરંતુ નુકસાન ખુબ જ મોટા પ્રમાણ થયું હોવાથી તેને ધ્યાને લઇ મોરબી જિલ્લાનાં હળવદ અને માળીયા (મી.) તેમજ રણકાંઠાના અગરીયા વિસ્તારના લોકોને યોગ્ય વળતર મળે તેવી વિનંતી કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...