તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સંક્રમણ:મોરબી જિલ્લા પંચાયતમાં અધિકારીઓનો કોરોના સંક્રમિત થવાનો સિલસિલો યથાવત, વધુ એક ડેપ્યુટી ડીડીઓ કોરોના સંક્રમિત થયા

સુરેન્દ્રનગર10 દિવસ પહેલા
 • કૉપી લિંક
મોરબી જિલ્લા પંચાયત - Divya Bhaskar
મોરબી જિલ્લા પંચાયત
 • દસ દિવસ દરમિાયન 8 થી વધુ અધિકારી કોરોના સંક્રમિત

મોરબી જિલ્લામાં કોરોનાની પરિસ્થિતિ હાલમાં કાબુ બહાર થઇ છે, ત્યારે કોરોનાનું નિયંત્રણ કરતી જિલ્લા પંચાયત કચેરીમાં એક પછી એક અડધો ડઝન અધિકારીઓ કોરોના પોઝિટિવ આવતા સરકારી કર્મચારીઓમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

મોરબી જિલ્લા પંચાયત કચેરીના જીલ્લ‍ા વિકાસ અધિકારી ભગદેવ ગત અઠવાડિયે કોરોના સંક્રમિત બન્યા બાદ નાયબ જીલ્લા વિકાસ અધિકારી વસોયા અને ત્યાર બાદ ગઈકાલે બીજા ડેપ્યુટી ડીડીઓ ઇલાબેન ગોહિલ પણ કોરોના પોઝિટિવ આવતા તેઓ હોમ કોરેન્ટાઇન થતા કચેરી અધિકારીઓ વગરની બનવા પામી છે.

વધુમાં મોરબી જિલ્લા પંચાયતના હિસાબી અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, ખેતીવાડી અધિકારી આરોગ્ય વિભાગના અધિકારી તેમજ અન્ય કર્મચારીઓ અને શિક્ષકો પણ કોરોનાની ઝપટે ચડ્યાં છે અને છેલ્લા દસેક દિવસમાં જિલ્લા પંચાયતના આઠથી દશ જેટલા અધિકારીઓ અને કર્મચારીઓ કોરોના સંક્રમિત બનતા કચેરીમાં અને સરકારી કર્મચારીઓમાં રીતસરનો ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો