તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવી રાહ:મોરબી જિલ્લા ભાજપના નેતાએ પોતાના પુત્રનું સરકારી શાળામાં એડમિશન કરાવી લોકોને પ્રેરણા પૂરી પાડી

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
મોરબી જિલ્લા ભાજપના નેતાએ પોતાના પુત્રનું સરકારી શાળામાં એડમિશન કરાવી લોકોને પ્રેરણા પૂરી પાડી - Divya Bhaskar
મોરબી જિલ્લા ભાજપના નેતાએ પોતાના પુત્રનું સરકારી શાળામાં એડમિશન કરાવી લોકોને પ્રેરણા પૂરી પાડી
  • લોકોને પોતાના સંતાનોને નિઃસંકોચ સરકારી શાળામાં શિક્ષણ અપાવવા અપીલ કરી

મોરબી જિલ્લા યુવા ભાજપ મહામંત્રી અને હળવદમાં રહેતા બિલ્ડર તપનભાઈ દવેએ તેમના પુત્ર શ્રેયાંશને હળવદની સરકારી શાળા નંબર – 4માં પ્રવેશ અપાવી અનુકરણીય અને પ્રેરણાદાયી પગલું ભર્યું છે.

હળવદના રહીશ અને મોરબી જિલ્લા યુવા ભાજપના મહામંત્રી અને બિલ્ડર તપનભાઈ દવેએ તેમના પુત્ર શ્રેયાંશને હળવદની પે સેન્ટર શાળા નંબર – 4 (સરકારી શાળા)માં પ્રવેશ આપાવ્યો છે. તપનભાઈ પોતાના પુત્રને ખાનગી શાળામાં પ્રવેશ અપાવવા માટે આર્થિક રીતે સક્ષમ હોવા છતાં સરકારી શાળાની શિક્ષણ પદ્ધતિથી પ્રેરાયને તેમના પુત્રને સરકારી શાળામાં પ્રવેશ અપાવી સમાજમાં લોકોને સરકારી શાળામાં પોતાના બાળકોને વિદ્યાભ્યાસ માટે પ્રવેશ અપાવે તે માટે પ્રેરણા પુરી પાડી છે.

આ સરકારી શાળામાં અનેક સરકારી કર્મચારીઓના સંતાનો પણ અભ્યાસ કરી રહ્યા છે અને આ શાળામાં સર્વાંગી શિક્ષણ થકી વિદ્યાર્થીઓને અનોખું અને ભાર વગરનું ભણતર પૂરું પાડવામાં આવે છે આ શાળામાં અનેક વૃક્ષો અને બાળકો માટે રમતગમતના સાધનો સહિત સ્માર્ટ કલાસ રૂમ અને અન્ય અદ્યતન સુવિધાસભર આ શાળામાં બાળકો નો સર્વાંગી વિકાસ થઇ રહ્યો છે.

હળવદ તાલુકા સહિત ગુજરાતભરમાં અનેક આવી આદર્શ સરકારી શાળાઓ છે. આ સરકારી શાળામાં આશરે 950 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ નવા શૈક્ષણિક સત્રમાં 100 જેટલા ધોરણ 1માં અને 125 જેટલા ધોરણ 2 થી 8માં અન્ય ખાનગી શાળામાંથી વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવેલ છે. ત્યારે મોરબી જિલ્લા યુવા ભાજપ મહામંત્રી તપનભાઈ દવેએ જાહેર જનતાને સરકારી શાળામાં શ્રેષ્ઠ શિક્ષણ માટે બાળકોને નિ:સંકોચ પ્રવેશ અપાવવા અપીલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...