તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધમકી:મોરબી જિલ્લા ભાજપના પ્રભારીને અજાણ્યા નંબર પરથી જાનથી મારી નાખવાની ધમકી મળી

સુરેન્દ્રનગર2 મહિનો પહેલા
  • ધમકી મળતા રાજકીય બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો

હાલમાં કોરોનાની કહેર વચ્ચે લીંબડી ખાતે રહેતા અને હાલ મોરબી જિલ્લા ભાજપના પ્રભારીને અજાણ્યા નંબર પરથી જાનથી મારી નાખવાની ધમકી અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. લીંબડી પોલીસે મોબાઇલ નંબરના આધારે તપાસનો ધમધમાટ શરૂ કરી કાર્યવાહી હાથ ધરી છે.

હિન્દી ભાષામાં વાત કરી જાનથી મારી નાખવાની વાત કરી

લીંબડી ખાતે રહેતા અને હાલ મોરબી જિલ્લા ભાજપના પ્રભારી પ્રકાશભાઇ સોનીને અજાણ્યા નંબર પરથી જાનથી મારી નાખવાની ધમકી મળતા રાજકીય બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. અજાણ્યા નંબર પરથી હિન્દી ભાષામાં વાત કરી જાનથી મારી નાખવાની અજાણ્યા શખ્સ દ્વારા ધમકી આપી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આતંકવાદી સંગઠનનો નંબર હોવાની આશંકાઓ સેવાઇ

જેમાં પ્રભારીના મોબાઈલ પર વોટ્સઅપમાં પણ મેસેજ કરી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, આર.એસ.એસ., ભારતીય આર્મી તેઓના નિશાના પર હોવાની ધમકી આપી હતી. આ ચકચારીભર્યા કેસમાં પ્રાથમિક તપાસમાં પાકિસ્તાન અથવા કોઈ આતંકવાદી સંગઠનનો નંબર હોવાની આશંકાઓ સેવાઇ રહી છે. લીંબડી પોલીસે ફરીયાદને આધારે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...