કન્યા કેળવણી:મોરબીના ઉદ્યોગપતિએ કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા કામલપુરની બાળાઓને સાયકલ વિતરણ કરી

સુરેન્દ્રનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા કામલપુરની બાળાઓને સાયકલ વિતરણ કરી - Divya Bhaskar
કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા કામલપુરની બાળાઓને સાયકલ વિતરણ કરી
  • રૂપીયા 54,000ની કિંમતની કુલ 11 સાઈકલની ભેટ આપવામાં આવી
  • ધોરણ - 8માં અભ્યાસ કરતી 9 વિદ્યાર્થિનીઓને અને 2 અન્ય છોકરીઓને સાઈકલની ભેટ આપી

મોરબીના ઉદ્યોગપતિએ કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા કામલપુરના બાળાઓને સાયકલ વિતરણ કરી હતી. જેમાં પાટડી તાલુકાના કામલપુરના વતની અને હાલ મોરબી રહેતા લેંચિયા વિનોદભાઈ માવજીભાઈ તરફથી કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા રૂપીયા 54,000ની કિંમતની કુલ 11 સાઈકલની ભેટ આપવામાં આવી હતી.

પાટડી તાલુકાની કામલપુર પ્રાથમિક શાળામાં ધોરણ - 8માં અભ્યાસ કરતી બાળાઓને કામલપુરના વતની અને હાલ મોરબી રહેતા લેંચિયા વિનોદભાઈ માવજીભાઈ તરફથી કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા કુલ 11 સાઈકલની ભેટ આપવામાં આવી હતી. આ અંગે કામલપુર ગામના યુવા સરપંચ અમજદખાન મલેકે જણાવ્યું કે, ખરેખર કોઈકને કાંઈક આપવાનો આનંદ જ વિશેષ હોય છે. જેમાં આપણા જ ગામના અને હાલ મોરબી રહેતા લેંચીયા વિનોદભાઈ માવજીભાઈ તરફથી ધોરણ - 8માં અભ્યાસ કરતી 9 વિદ્યાર્થિનીઓ અને ગામની બીજી 2 છોકરીઓને મળીને કુલ 11 બાળાઓને સાઈકલની ભેટ આપવામાં આવી હતી.

ખરેખર કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા માટે એક ઉમદા પ્રયાસ અને ભગવાને જે સંપત્તિ આપી છે તેનો સદુપયોગ કઈ રીતે કરી શકાય તે માટેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમજ બધા માટે પ્રેરણા રૂપ અને સાચા અર્થમાં વતન પ્રેમ અને માતૃભૂમિનું ઋણ અદા કરવાનુ એક અનુકરણીય ઉદાહરણ પૂરું પાડ્યું છે.

અન્ય સમાચારો પણ છે...