કાર્યવાહી:મૂળી પોલીસના મારામારી સહિતના ગુનામાં આરોપીની પાસા હેઠળ અટકાયત કરાઇ

સુરેન્દ્રનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક

મૂળી પોલીસ સ્ટેશનના મારામારીના સહિતના ગુનામાં આરોપીની પાસા હેઠળ અટકાયત કરાઇ હતી. જેને સુરેન્દ્રનગર એલસીબી ટીમે વોરન્ટ બજવણી કરી સેન્ટ્રલ જેલ લાજપોર સુરત હવાલે કરાયો હતો. સુરેન્દ્રનગર જિલ્લામાં અસામાજીક પ્રવૃતિ અટકાવવા જિલ્લા પોલીસ વડાએ જમીનપર કબજો, મારામારી ખંડણી ઉઘરાવવી, લુંટ, હથીયાર રાખવા, જુગાર સહિતની પ્રવૃતિઓ અટકાવવા અને તેમાં સંડોવાયેલા આરોપી સામે પાસા હેઠળ કડક કાર્યવાહીની સુચના આપી હતી.

આથી એલસીબી પી.આઇ વી.વી.ત્રીવેદીના માર્ગદર્શનમાં એલસીબી પીએસઆઇ વી.આર.જાડેજા આવા આરોપીઓ સામે પાસા તડીપારની દરખાસ્તો તૈયાર કરાવવા સુચના આપી હતી. આથી મૂળી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રાણઘાતક હથીયારો સાથે જીવલેણ હુમલો કરવા સહિતના ગુનામાં સંડોવાયેલા ગૌતમગઢ મુળીના મનહરસિંહ વનરાજસિંહ પરમાર વિરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરાવી જિલ્લા મેજીસ્ટ્રેટ પાસે મોકલતા તેઓએ વોરન્ટ ઇસ્યુ કર્યા હતા. આથી એલસીબી ટીમે વોરન્ટ બજવણી કરી મનહરસિંહ પરમારને સેન્ટ્રલ જેલ લાજપોર સુરત હવાલે કરાયા હતા. આમ મૂળી પોલીસના મારામારીના સહિતના ગુનામાં આરોપીની પાસા હેઠળ અટકાયત કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...