સુરેન્દ્રનગર જીલ્લાના લખતર તાલુકાના વિઠ્ઠલગઢ ગામે એક અજુગતી ઘટના જોવા મળી હતી. જેમાં ધોળા દિવસે ભર બજારમાં આતંક મચાવતો વાંદરો સીસીટીવી કેમેરા કેદ થયો હતો. વાંદરાએ આતંક મચાવી રાહદારીઓ અને વાહનચાલકોને પછાડી ઇજા પહોંચાડતો સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો.
હિંસક વાંદરાને ઝબ્બે કરવા વન વિભાગને તાકીદે જાણ કરાઇ
સુરેન્દ્રનગર જીલ્લાના લખતર તાલુકાના વિઠ્ઠલગઢ ગામમાં વાંદરાએ ધોળા દિવસે ભરબજારે તરખાટ મચાવી રાહદારીઓને રીતસરના બાનમાં લીધા હતા. આ વાંદરાએ આંતક મચાવી ભરબજારમાં બાઇક ચાલક ઉપર જતા વાહનચાલકો પર હુમલો કરી નીચે પછાડ્યાં હતા. વાંદરાના આ હિંસક હુમલામાં બાઇક ચાલક અને નાની બાળકીનો આબાદ બચાવ થયો હતો. જ્યારે બાઇક ચાલક પર અચાનક હુમલો કરતા દોડધામ મચી જવા પામી હતી. લોકો લાકડીઓ લઇને વાંદરાને ભગાડ્યો હતો. આ ઘટના બાદ હિંસક વાંદરાને ઝબ્બે કરવા વન વિભાગને તાકીદે જાણ કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.