તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના જલપ્લવિત વિસ્તારોમાં જીપીએસ ટ્રેકર પહેરેલુ એક ગ્રે લેગ ગીઝ પક્ષી જોવા મળ્યુ હતુ. જે તસવીર લેવા દરમિયાન સુરેન્દ્રનગરના યુવા પક્ષિ વિદના ધ્યાને આવી હતી. આથી તેમણે આ જીપીએસ‘બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી સાથે ટેલિફોનીક વિગતો મેળવી હતી. જેમાં આવા જીપીએસ પક્ષીનીમાઈગ્રેશન રુટ્સ, હેબિટાટ સિલેક્શન, પોપ્યુલેશન ડાયનામિક્સ સહિત વિગતો મેળવવા પહેરાવાતુ હોવાનું ખુલ્યુ હતુ. વિદેશોમાં શિયાળાની ઋતુની શરૂઆત થતા પહેલા પ્રવાસી પક્ષીઓ પ્રવાસ શરૂ કરી બહુજ મોટી સંખ્યામાં ત્યાંથી દૂરની ઉંચી ઉડાન ભરી ભારતમાં આવતા હોય છે. એ મોટા વિશાળ ઝુંડો ભારતના અલગ અલગ વિસ્તારોમાં પથરાય જતા હોય છે.
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના જલપ્લવિત વિસ્તારોમાં વઢવાણના યુવા પક્ષીવિદ્દ દેવવ્રતસિંહ મોરીએ મોંગોલીયાનું ગ્રે લેગ ગીઝ પક્ષીની તસવીર લીધી હતી. જેમાંધ્યાનથી જોતા તે પક્ષીની ગરદનપર જીપીએસ ટ્રેકીંગ ડિવાઇસ પહેરેલુ જણાયુ હતુ. આ વિશેની વધુ માહિતી મેળવવા તેઓએ બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટીનો ટેલીફોનીક સંપર્ક કરતા માહિતી મેળવી હતી. જેમાં સામાન્ય રીતે આ પક્ષી ગુજરાતના જલપ્લાવિત વિસ્તારોમાં શિયાળામાં આવતા હોવાનુ અને આ યંત્ર મોંગોલીયાના એવીયન સાઇન્ટીસ્ટે પહેરાવ્યાનું ખુલ્યુ હતુ. આ ડિવાઇસને નેક કોલર સોલાર પાવર જીપીએસ ટ્રેકર’ કહેવાય છે. જે 45 ગ્રામનું હોય છે. હાઈ સેન્સેટીવિટી ૯૯ ચેનલ મોડ્યુલ છે. ઈન્ટરનલ બેટરી જે સોલારથી ચાર્જ થાય છે. જ્યારે બેટરી ઓફ થઈ ગયા પછી પણ ડેટા સેવ કરી શકે છે.
આ યંત્ર પહેરાવાથી પક્ષીના માઈગ્રેશન રુટ્સ, હેબિટાટ સિલેક્શન, પોપ્યુલેશન ડાયનામિક્સ વિગેરે માહિતીઓ પક્ષીજીવન સંશોધકો મેળવે છે.અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા દેવવ્રતસિંહે પગમાં રીંગ પહેરાવેલું પાકિસ્તાનથી આવેલ મેક્વીન બસ્ટાર્ડની તસ્વીર ઝડપી હતી ત્યારપછી આ બીજી દુર્લભ તસ્વીર મેળવવામાં તાજેતરમાં સફળતા મળી છે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.