બફારો યથાવત્:સોમવારે લઘુતમ તાપમાન 26.2, મહત્તમ 42 ડિગ્રી

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઝાલાવાડમાં તાપમાન ઘટ્યું પરંતુ હવાની ગતિ અને ભેજ ઘટતાં ગરમી

સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીની સિઝનમાં એપ્રિલ મહિનો આકરો તપી રહ્યો છે. જેમાં ગરમી વધઘટમાં સૌથી મહત્વના એવા ભેજ અને હવાની ગતિમાં વઘારે ઘટાડો થયો છે. સોમવારે વારે તાપમાન 26.2 લઘુતમ અને મહત્તમ 42.0 ડિગ્રી રહ્યું હતું. જિલ્લામાં 1 દિવસમાં 1.7 લઘુતમ તાપમાન વધ્યું અને મહત્તમ તાપમાનમાં 0.3 ડિગ્રી ઘટાડો થયો છે.

ઝાલાવાડમાં એપ્રિલ મહિનો જાણે આકરો તપતા આકાસમાંથી અંગારા અને અગનગોળા વરસાવતી ગરમી પડી રહી છે. આથી ગરમીનો પારો સતત વધતો જતા જિલ્લામાં એપ્રિલ માસના પ્રથમ સપ્તાહમાં જ દિવસેજ આ વર્ષનું સૌથી વધુ 44 ડિગ્રી તાપમાન નોંધાઇ ગયું છે.

એપ્રિલ માસમાં ગરમીના પારાએ ગતિ પકડતા હજુ ગરમી વધવાની શક્યતાઓ વચ્ચે તા.18 એપ્રિલ સોમવારે તેમાં લોકોને રાહત ન મળી હતી. તા.18એ મહત્તમ તાપમન 42.0 તેમજ લઘુતમ 26.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે પવન 16 કિમીની ગતિએ ફૂંકાવા સાથે હવામાં ભેજ 14 ટકા રહી હતી.

છેલ્લા એક દિવસની સરખામણી કરીએ તો જિલ્લામાં હવાની ગતિમાં 3 કિમીનો ઘટાડો આવ્યો છે. જ્યારે એક દિવસમાં ભેજ 2 ટકા ઘટાડો આવ્યો છે. આમ હવાની ગતિ અને ભેજ વાતાવરણમાં ઠંડકનું મુખ્ય કારણ પૈકી એક હોવાથી 1 દિવસમાં 1.7 ડિગ્રી લઘુતમ વધ્યું અને 0.3 તાપમાન ઘટ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...