રજૂઆત:રણમાં વેડફાતા નર્મદાના પાણીથી અગરિયાઓને થતા લાખોના નુકશાન બાબતે ધારાસભ્યએ મંત્રીને રજૂઆત કરી

સુરેન્દ્રનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
રણમાં વેડફાતા નર્મદાના પાણીથી અગરિયાઓને થતા લાખોના નુકશાન બાબતે ધારાસભ્યએ મંત્રીને રજૂઆત કરી - Divya Bhaskar
રણમાં વેડફાતા નર્મદાના પાણીથી અગરિયાઓને થતા લાખોના નુકશાન બાબતે ધારાસભ્યએ મંત્રીને રજૂઆત કરી
  • નૌશાદ સોલંકીએ ઋષિકેશ પટેલને આવેદનપત્ર આપી સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા રજૂઆત કરી
  • પાણીનો પ્રવાહ વધતાં હાલમાં પાણી ખારાઘોડા-ઝીંઝુવાડા રણમાં છેક 40 કિમી સુધી પહોંચ્યું

રણમાં વેડફાતા નર્મદાના પાણીથી અગરિયાઓને થતા લાખોના નુકશાન બાબતે ધારાસભ્ય દ્વારા મંત્રીને રજૂઆત કરવામાં આવી હતી. આ પાણીનો અવિરત પ્રવાહ વધતાં હાલમાં આ પાણી ખારાઘોડા-ઝીંઝુવાડા રણમાં છેક 40 કિલોમીટર સુધી પહોંચ્યું છે.

ખારાઘોડા રણ વિસ્તારમાં છેલ્લા 15 વર્ષથી નર્મદાનું પાણી બજાણા, ભરાડા, દેહગામ, સુલતાનપુર અને મોટે ભાગે ખારાઘોડા રણ વિસ્તારમાં ફરી વળતા રણમાં મીઠું પકવતા સેંકડો અગરિયાઓને લાખો રૂપિયાનું નુકસાન કરી રહ્યું છે. પાછલા દશ દિવસથી આ પાણીનો અવિરત પ્રવાહ વધતાં હાલમાં આ પાણી ખારાઘોડા-ઝીંઝુવાડા રણમાં છેંક 40 કિલોમીટર સુધી પહોંચ્યું છે.

આ વિસ્તારમાં આવતા સૌથી વધારે મીઠાના પાટા ફરતે પાણી ફરી વળતાં અગરિયાઓને અને મીઠા ઉદ્યોગને લાખો રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે. અગરિયાઓની વર્ષોની આ વિકટ સમસ્યાનો અનેક રજૂઆતો છતાં કોઈ ઉકેલ આવતો નથી કે તંત્ર કાંઈ જ ધ્યાન આપતું નથી. આ વાતની જાણ થતાં ધારાસભ્ય નૌશાદભાઇ સોલંકી અને મીઠાના વેપારી હિંગોરભાઇ રબારી સહિતના આગેવાનોએ રણમાં જઈ સ્થળ પર જઈને અગરિયાઓની આપવીતી સાંભળી હતી.

આ સમસ્યાનો કાયમી ઉકેલ આવે તે માટે આજે મંગળવારે અગરિયાઓના પ્રતિનિધિ મંડળ અને મીઠા એસોસિયેશનના પ્રમુખ હિંગોરભાઈ રબારી અને ધારાસભ્ય નૌશાદભાઇ સોલંકી દ્વારા ગાંધીનગર ખાતે નર્મદાના ડિરેક્ટર કાપડિયા તથા વ્યાસ અને સિંચાઇ વિભાગના મુખ્ય ઇજનેર કલ્યાણી સાથે મિટિંગ કરી રજૂઆત કરી હતી. ધારાસભ્ય નૌશાદભાઇ સોલંકી દ્વારા મંત્રી ઋષિકેશભાઈ પટેલને પણ આવેદનપત્ર આપી રણમાં મીઠું પકવતા અગરિયાઓની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...