ખાતમુહૂર્ત પાછળ કરોડોનો ખર્ચ?:હીરાસર પાસે બની રહેલા એરપોર્ટના ખાતમુહૂર્ત પ્રસંગમાં પોણા આઠ કરોડનો તોતિંગ ખર્ચ કરાયો હોવાનો ધારાસભ્યનો આક્ષેપ

સુરેન્દ્રનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
ચોટીલાના ધારાસભ્ય ઋત્વિકભાઈ મકવાણા - Divya Bhaskar
ચોટીલાના ધારાસભ્ય ઋત્વિકભાઈ મકવાણા
  • 3.16 કરોડ અને 4.67 કરોડના બે અલગ અલગ ચેકથી ચૂકવણી થઈ હોવાનો ઋત્વિક મકવાણાનો દાવો

સુરેન્દ્રનગર જિલ્લામાં અવારનવાર અનેક વસ્તુઓના અને વિકાસના કામોમાં કૌંભાંડ થતા હોવાની રાવ ફરિયાદ ઉઠવા પામી છે. તેવા સંજોગોમાં વધુ એક સુરેન્દ્રનગર જિલ્લામાં કૌભાંડ થયું હોવાનો આક્ષેપ ધારાસભ્ય દ્વારા કરવામાં આવ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ધારાસભ્ય ઋત્વિકભાઈ મકવાણા દ્વારા જે હીરાસર ગામે એરપોર્ટનું કામ ચાલી રહ્યું છે. તેના ખાતમુહૂર્તમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર થયો હોવાની રાવ ફરિયાદ ઉઠવા પામી છે. અને આ મામલે સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ મૂકી અને ધારાસભ્ય આક્ષેપ કર્યો છે.

તેવા સંજોગોમાં હાલ રાજકોટ અને એક સમયે ચોટીલામાં આવેલ હિરાસર ગામ નજીક એરપોર્ટનું કામ હાલ પુરજોશમાં ચાલી રહ્યું છે. તેવા સંજોગોમાં થોડા સમય પહેલા એરપોર્ટનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. જેમાં આ કામમાં ભ્રષ્ટાચાર થયો હોય અને કૌંભાંડ થયા હોવાનો આક્ષેપ સોશિયલ મીડિયાના મારફતે ધારાસભ્ય ઋત્વિકભાઈ મકવાણા દ્વારા કરવામાં આવ્યો છે. જેને લઇને ચકચાર મચી જવા પામી છે. ત્યારે આંકડાકીય વિકાસ સાથે સોશિયલ મીડિયા ઉપર ધારાસભ્યએ કૌંભાંડનો આક્ષેપ લગાવ્યો છે.

ત્યારે આ મામલે પોતાના ફેસબુક એકાઉન્ટ પર ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ ખાતમુહુર્ત સમયે રૂ. સાત કરોડથી વધુ ખર્ચ ફક્ત એક કલાકમાં કરી નાખવામાં આવ્યો હોય અને આ સમગ્ર ચુકવણી ચેકથી કરી નાખવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવતા ફરી સુરેન્દ્રનગર જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગર જિલ્લામાં એક તરફ સરકાર દ્વારા કરોડો રૂપિયાના વિકાસનાં કામો કરવામાં આવી રહ્યા છે. તેવા સંજોગોમાં જિલ્લાવાસીઓની સુવિધામાં વધારો થાય તે માટે હીરાસર એરપોર્ટનું કામ પણ ઝડપે કરવામાં આવી રહ્યું છે.

ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના ધારાસભ્ય ઋત્વિક મકવાણાના આક્ષેપો બાદ થઈ રહેલી કામગીરી ઉપર પણ સવાલો ઉભા થઇ રહ્યા છે. ત્યારે આ મામલે જે સમયે એરપોર્ટનું કામગીરી અંગેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તે સમયે એક જ કલાકમાં રૂ. 7 કરોડથી વધુ રકમનો ખર્ચ કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ ધારાસભ્યએ કર્યો છે. જેને લઇને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.આ મામલે યોગ્ય તપાસ કામગીરી કરી અને યોગ્ય કરવાની માગણી પણ કરવામાં આવી છે. તેવા સંજોગોમાં ફરી એક વખત ચોટીલા ધારાસભ્ય મકવાણાના આક્ષેપો બાદ કામગીરી પણ સવાલ ઉભા કરતા કિસ્સા સામે આવ્યા છે.

ખાત મહુર્તના એક કલાકના કાર્યક્રમમાં 7.83 કરોડ રૂપિયાનો ખર્ચ કરાયો હોવાનો આક્ષેપહાલ રાજકોટમાં એક સમયે ચોટીલાના હિરાસર ગામ એરપોર્ટની જમીનનું સંપાદન કરી અને ભવ્ય એરપોર્ટનું નિર્માણ કામ હાલમાં શરૂ છે. તેવા સંજોગોમાં એરપોર્ટના ખાતમુહૂર્ત સમયે એક જ કલાકમાં રૂ. 7.83 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હોય તેવું જાણવા મળી રહ્યું છે. આ મામલે સોશિયલ મીડિયા ઉપર ધારાસભ્ય ઋત્વિકભાઈ મકવાણાએ પોસ્ટ મૂકી અને આક્ષેપ પણ લગાવ્યો છે. આ કામમાં કૌભાંડ થયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. કારણ કે, એક જ કલાકમાં કરોડો રૂપિયાનો ખર્ચ ખાતમુહુર્ત કામમાં કરવામાં આવ્યો હોવાનો ધારાસભ્યએ આક્ષેપ કરતા ચકચાર મચી જવા પામી છે. ત્યારે આ મામલે યોગ્ય તપાસ કામગીરી થવી જોઇએ તેવી માગણી પણ ધારાસભ્ય દ્વારા કરવામાં આવી છે.

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ધારાસભ્ય ઋત્વિકભાઈ મકવાણાના સોશિયલ મીડિયા ઉપર આક્ષેપમાં એક કલાકમાં રૂ. 7 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે. તે મામલે ચેક નંબર સહિતની વિગતો પણ આપવામાં આવી છે. તેવા સંજોગોમાં જે ખાતમુહુર્ત સમયે ચેકથી ચુકવણી કરવામાં આવી છે. જેમાં પ્રથમ ચેક સાથે બે ચેક કે જેમાં પ્રથમ ચેક રૂ. 3.16 કરોડનો અને બીજો ચેક રૂ. 4.67 કરોડનો ચૂકવ્યા હોવાનો પણ ચેક નંબર સાથે દાવો કરવામાં આવ્યો છે. જેને લઈને આટલી મોટી રકમ છે કે, જે ખાતમુહુર્તના સમયગાળામાં જ ખર્ચ કરી નાખવામાં આવી છે. આ મામલે તપાસની માંગણી ધારાસભ્ય ઋત્વિકભાઈ મકવાણાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી અને કરી છે.

અન્ય સમાચારો પણ છે...