તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શોધખોળ:હળવદના રણછોડગઢ ગામની પરિણીતા પુત્ર સાથે ગુમ, પતિએ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી

સુરેન્દ્રનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
હળવદના રણછોડગઢ ગામની પરિણીતા પુત્ર સાથે ગુમ, પતિએ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી - Divya Bhaskar
હળવદના રણછોડગઢ ગામની પરિણીતા પુત્ર સાથે ગુમ, પતિએ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી
  • ફરિયાદના આધારે પોલીસે ગુમશુદા માતા-પુત્રની શોધખોળ આદરી

હળવદના રણછોડગઢ ગામની પરિણીતા પુત્ર સાથે ગુમ થતાં ચકચાર મચી જવા પામી છે. જે અંગે મહિલાના પતિએ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુમશુદા માતા-પુત્રની શોધખોળ આદરી છે.

રણછોડગઢ ગામમા રહેતા નિતાબેન ઉર્ફે ટમીબેન ધીરૂભાઇ દઢૈયા(ઉ.વ.38,ધંધો ઘરકામ) પોતાના દિકરા શૈલેશ(ઉ.વ.9)ને સાથે લઇ પોતાની વાડીએથી ગત તા.8 જુલાઇના રાત્રીના દસેક વાગ્યાથી તા.9ના વહેલી સવારના ત્રણેક વાગ્યા પહેલા કોઇ સમયે કયાંક ચાલી ગઇ હતી. જે અંગે મહિલાના પતિએ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુમશુદા માતા-પુત્રની શોધખોળ આદરી છે.

ઉલ્લેખનીય છે કે, નિતાબેન શરીરે મધ્યમ બાંધાની રંગે ઘઉ વર્ણની છે, મોઢું લંબ ગોળ છે જેની ઉચાઇ આશરે 5 ફૂટ જેટલી છે, આંખો કાળી છે જે અભણ છે. તેઓ ગુજરાતી ભાષા જાણે છે. તે ઘરેથી નીકળ્યાં ત્યારે લીલા કલરની સાડી તથા પીળા કલરનુ બ્લાઉઝ પહેરેલ હતુ. તેમજ શૈલેશ શરીરે મધ્યમ બાંધાનો રંગે ઘઉ વર્ણનો છે. મોઢું લંબ ગોળ છે જેની ઉચાઇ આશરે ૦3 ફૂટ ૦5 ઈંચ જેટલી છે. આંખો કાળી છે જે ગુજરાતી ભાષા જાણે છે. જેણે લાલ કલરનુ શર્ટ પહેરેલ હતું. હાલ પોલીસની સાથે પરિવારજનો પણ બંને મા-દિકરાની શોધખોળ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...