જૂના દેવળીયાની ઘટના:ખરીદી કરવા જવાનું કહી ઘરેથી નીકળેલી પરિણીતા ત્રણ પુત્રીઓ સાથે લાપત્તા, પેરોલ પર છુટ્ટીને આવેલો પતિ પણ ગુમ

સુરેન્દ્રનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ખરીદી કરવા જવાનું કહી ઘરેથી નીકળેલી પરિણીતા ત્રણ પુત્રીઓ સાથે લાપત્તા, પેરોલ પર છુટ્ટીને આવેલો પતિ પણ ગુમ - Divya Bhaskar
ખરીદી કરવા જવાનું કહી ઘરેથી નીકળેલી પરિણીતા ત્રણ પુત્રીઓ સાથે લાપત્તા, પેરોલ પર છુટ્ટીને આવેલો પતિ પણ ગુમ
  • જેલમાંથી પેરોલ પર છુટેલો પરિણીતાનો પતિ પણ પેરોલ જંપ કરીને ફરાર થઈ જતા પોલીસમાં દોડધામ

હળવદમાં રહેતો એક પરિવાર રહસ્યમય સંજોગોમાં ગુમ થઈ ગયો હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં પહેલા પરિણીતા તેની ત્રણ પુત્રીઓ સાથે ખરીદી કરવા જવાનું કહીને લાપતા થઈ ગઈ હતી. બાદમાં જેલમાંથી પેરોલ પર છુટેલો પરિણીતાનો પતિ પણ પેરોલ જંપ કરીને ફરાર થઈ જતા પોલીસમાં દોડધામ મચી ગઇ છે.

આ બનાવની હળવદ પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર, હળવદ તાલુકાના જૂના દેવળીયા ગામે રહેતી પરિણીતા તેની ત્રણ પુત્રીઓને લઈને ગત તા. 08 માર્ચના રોજ સાંજના ચારેક વાગ્યાના અરસામા પોતાના ઘરેથી હળવદમાં ખરીદી કરવા જવાનુ કહી નીકળી ગઈ હતી. બાદમાં આ ચારેયનો પત્તો લાગ્યો ન હતો.

આ દરમિયાન ગુમ થનાર પરિણીતાનો પતિ રાજેશભાઇ મનજીભાઇ ભોરણીયા જેલમાં હતો તે પેરોલ રજા ઉપર ઘરે આવ્યો હતા. આથી, તેના પરિવારજનોએ પરિણીતા અને તેની પુત્રીઓનું ગમુસુદા પોલીસ સ્ટેશનમાં નોંધાવાનું કહ્યું હતું. પણ પતિ રાજેશભાઇ મનજીભાઇ ભોરણીયા ગુમ થવાની પોલીસમાં જાહેરાત કરવાને બદલે પોતે જ પેરોલ જંપ કરીને નાસી ગયો હતો.

આથી, આ પરિવારના પુત્ર પ્રેમ રાજેશભાઇ ભોરણીયાએ પોતાના માતા-પિતા અને ત્રણ બહેનો ગુમ થયાની હળવદ પોલીસ મથકે ગુમસુદા નોંધાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે પહેલા પરિણીતા તેની પુત્રીઓ સાથે ગુમ થયા બાદ તેનો પતિ પણ ગુમ થઈ જતા આ આખા પરિવારની શોધખોળ કરવા હળવદ પોલીસ ધંધે લાગી છે.

અન્ય સમાચારો પણ છે...