કાર્યવાહી:મોર સાથે વીડિયો બનાવનારા સગીરો વન તંત્રના સકંજામાં

સુરેન્દ્રનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મોરનો વાઇલ્ડ લાઇફ પ્રોટેકશન એકટ 1972 મુજબ શેડયુઅલ-1માં સમાવેશ કરાયો છે. ત્યારે મોરની પજવણી કરી, શીકાર કરવો, બંધનમાં રાખવા, ભગાડવાની પ્રવૃતિ ગુનો બને છે. ચોટીલા પંથકના બે સગીર વયના બાળકોએ આવો મોર સાથેની વીડીયો ટીકટોકમાં અપલોડ કર્યો હોવાની વિગતો વન વિભાગને મળી હતી. આથી નાયબ વન સંરક્ષક એચ.વી.મકવાણા સહિતનાઓએ તપાસ કરીને ટીકટોકના આઇડી પરથી બન્ને બાળકોને શોધી તેમના વિરૂધ્ધ કાર્યવાહી કરી છે. બન્ને બાળકોને કોર્ટમાં રજુ કરી કોરોનાના સેમ્પલ લઇને પૃથ્થકરણ માટે મોકલાયા છે.

અન્ય સમાચારો પણ છે...