રજૂઆત:લખતરથી ખેરવા જતી માઇનોર કેનાલ બિસ્માર હાલતમાં, ખેડૂતોએ આવેદનપત્ર આપી તાકીદે રીપેરીંગ કરવાની માંગ કરી

સુરેન્દ્રનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
લખતરથી ખેરવા જતી માઇનોર કેનાલ બિસ્માર હાલતમાં - Divya Bhaskar
લખતરથી ખેરવા જતી માઇનોર કેનાલ બિસ્માર હાલતમાં
  • અવારનવાર કેનાલ તૂટી જતી હોવાથી ખેતરોમાં પાણી વહી જતા પાકને ભારે નુકસાન પહોંચે છે
  • ટૂંક સમયમાં માંગ નહી સ્વીકારાય તો ગાંધી ચિંધ્યા માર્ગે જન આંદોલનની ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી

ધ્રાંગધ્રા- સોખડા ગામ પાસેથી લખતરથી ખેરવા જતી માઇનોર કેનાલ પસાર થાય છે જે હાલમાં અત્યંત બિસ્માર હાલતમાં છે. સોખડા પાસે કેનાલ તૂટી જતી હોવાથી ખેતરોમાં પાણી વહી જાય છે. જેથી આસપાસના ખેતરોના પાકને ભારે નુકસાન થતું હોવાના કારણે ખેડૂતો દ્વારા નર્મદાના કાર્યપાલક ઇજનેરને લેખિત રજૂઆત કરી હતી. જેમાં કેનાલ રીપેર કરવાની માગણી કરાઈ છે. તેમજ જો કેનાલ રિપેર નહીં થાય તો જનઆંદોલનની ચીમકી પણ ખેડૂતોએ આપી હતી.

ધ્રાંગધ્રા- સોખડા ગામ પાસેથી પસાર થતી નર્મદાની મોઈનોર કેનાલ લાંબા સમયથી બિસ્માર હાલતમાં છે. જેના કારણે સોખડા ગામના ખેતરોમાં પાણી વહી જતું હોય ત્યારે ખેડૂતોના પાકને નુકસાન થાય છે. ખેડૂતો દ્વારા મોંઘા ભાવના બિયારણો અને ખેડ કરીને વાવેતર કરાયેલા પાકમાં નર્મદાનું પાણી ઘુસી જતા પાક બળી જાય છે. આથી ખેડૂતોને નુકસાનીનો વારો આવતો હોય છે.

જેને લઈ સોખડા ગામના કલ્પેશ પટેલ, શંભુ પટેલ, જીતેન્દ્ર પટેલ, માદેવ પટેલ અને ખેડૂતો દ્વારા નર્મદા વિભાગ કાર્યપાલક ઈજનેરને લેખિત રજુઆત કરી આવેદનપત્ર આપ્યુ હતુ અને તાત્કાલિક સોખડા પાસેથી પસાર થતી બિસ્માર કેનાલને રીપેર કરવાની માંગણી કરવામાં આવી છે. તેમજ જો ટૂંક સમયમાં કેનાલ રીપેર કરવામાં નહીં આવે તો ખેડૂતો દ્વારા નર્મદાની કચેરી સામે ગાંધી ચિંધ્યા માર્ગે બેસી જન આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...