તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચુકાદો:મુળીની શિક્ષણ મંડળીના ઉચાપત કેસમાં મંત્રીની જામીન અરજી રદ

સુરેન્દ્રનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આરોપીની ગુનામાં સક્રિય ભૂમિકા હોવાનું કોર્ટે માન્યું

મુળી તાલુકા શિક્ષણ સહકારી મંડળીમાં રૂ.64.50 લાખની ઉચાપત મામલે પોલીસે મંડળીના પ્રમુખ,મંત્રી સહિતના અગ્રણીઓ સામે ગુનો દાખલ થયો હતો. જેમાં મંડળીના મંત્રી ધનજીભાઇ જેસીંગભાઇ ચૌહાણની ધરપકડ કરાઇ હતી. આ કેસમાં મંત્રીએ જામીન પર મુક્ત થવા અરજી કરી હતી.

જેની સુનવણી ચોથા એડિશનલ સેશન્સ જજે સમક્ષ થઇ ગઇ જેમાં આરોપીના વકિલે એવી દલીલો કરી હતી કે અરજદારએ મંડળીના પ્રમુખ નથી મંત્રી છે તેમજ તેમની સાથેના આરોપીઓના જામીન મંજુર થયા છે તો અરજદારને જામીન અપવા વિનંતી કરી હતી. સામે પક્ષે સરકારી વકિલ એમ.પી.સભાણીએ એવી દલીલો કરી હતી કે મંડળીના એક વર્ષના બે સરખા જ મહિના અને તારીખ વાળા છેકછાક કરી નામ બદલાવેલા અને બીજાના નામ ચડાવેલા બે રોજમદાર કબ્જે કરાયા છે. રેકડ તથા હિસાબ સંભાળવાની જવાબદારી મંત્રીની હોય છે.

ઉપરાંત આરોપીએ હાઇકોર્ટમાં જામીન અરજી કરી ત્યારે કારોબારીની જાણ બહાર ઉચાપત કરેલાની કબુલાત આપેલ છે. અને રકમ જમા કરાવવા માટે બાહેધરી આપી હતી. ત્યારબાદ અરજદારની જામીન અરજી વીથડ્રો કરેલ છે. અને ત્યારથી ફરાર હતા. કબ્જે કરાયેલા ડોકયુમેન્ટમાં અરજદારની સહિ છે. આથી જામીન અરજી મંજુર ન કરવી જોઇએ. આથી ચોથા એડિશનલ સેશન્સ જજ જે.એસ.પટેલે આરોપી ધનજીભાઇ જેસીંગભાઇ ચૌહાણની જામીન અરજી રદ કરી દિધી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો