ગરમીથી રાહત:10 દિવસમાં લઘુતમ 1.8, મહત્તમ 3.2 ડિગ્રી ઘટ્યું

સુરેન્દ્રનગર10 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

જિલ્લામાં ગરમીની સિઝનમાં એપ્રિલ મહિનો આકરો તપી રહ્યો છે. મંગળવારે લઘુતમ તાપમાન 24.2 અને મહત્તમ 41.5 ડિગ્રી રહ્યું હતું. જિલ્લામાં 10 દિવસમાં હવાની ગતિ 13 કિમી વધતા ગરમીમાં લઘુતમ 1.8, મહત્તમમાં 3.2 ડિગ્રી ઘટાડો થયો છે. ગરમીનો પારો સતત વધતો જતા જિલ્લામાં એપ્રિલ માસના પ્રથમ સપ્તાહમાં જ આ વર્ષનું સૌથી વધુ 44 ડિગ્રી તાપમાન નોંધાઇ ગયું છે.

12 એપ્રિલ મંગળવારે તેમાં લોકોને થોડી રાહત મળવા પામી હતી. જિલ્લામાં મંગળવારે મહત્તમ તાપમન 24.2 તેમજ લઘુતમ 41.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.જ્યારે પવન 18 કિમીની ગતિએ ફૂંકાવા સાથે હવામાં ભેજ 10 ટકા જ રહી હતી. છેલ્લા 10 દિવસની સરખામણી કરીએ તો જિલ્લામાં હવાની ગતિમાં 13 કિમીનો વધારો આવ્યો છે.

જ્યારે 1 દિવસમાં ભેજ 7 ટકા ઘટ્યો છે. આમ હવાની ગતિ અને ભેજ વાતાવરણમાં ઠંડકનું મુખ્ય કારણ પૈકી એક હોય છે. આમ હવાની ગતિ વધતા તાપમાન 10 દિવસમાં 1.8 ડિગ્રી લઘુતમ અને 3.2 ડિગ્રી મહત્તમ ઘટ્યું પણ ભેજ ઓછો રહેતા બફારાના કારણે ગરમી વધુ લાગે છે.

10 દિવસનું તાપમાન
તારીખલઘુતમમહત્તમ
323.642
424.841.8
525.442
624.842.6
725.144.4
827.444.5
925.641.8
1024.242
1124.241.3
1225.441.5
અન્ય સમાચારો પણ છે...