તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુશ્કેલી:રતનપર બાયપાસ ઉપર પાણીની લાઇન તૂટતાં લાખો લીટર પાણીનો બગાડ

સુરેન્દ્રનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર અને વઢવાણના કેટલાક છેવાડાના વિસ્તારમાં અપુરતા પાણીની ફરિયાદો જોવા મળી રહી છે. તેમાં પણ વઢવાણની જનતાને પાઇપ લાઇન દ્વારા ધોળીધજા ડેમથી પાણી પહોચાડવામાં આવી રહ્યું છે. વઢવાણની લાઇનમાં ઘણી જગ્યાએ ગેરકાયદે જોડાણો લઇ લેવામાં આવ્યા હોવાને કારણે છતાં પાણીએ પાણીની સમસ્યા ભોગવવાનો વારો આવે છે. તેમાં પણ બાયપાસ પર આડેધડ કરાતા ખોદકામને કારણે પાણીની લાઇનો તૂટવાના બનાવો બને છે.

રવિવારે વધુ એક વાર બાયપાસ ઉપર પાણીની લાઇન તૂટતા લાખો લીટર પાણી રસ્તાની બાજુમાં આવેલા ખાળિયામાં વહી ગયું હતું. તેમાં પણ પાણી નિકાલનો માર્ગ બંધ કરી દેવાતા વધુ મુશ્કેલી સર્જાઇ હતી. માથે ચોમાસું આવીને ઊભું છે ત્યારે બાયપાસ પર બંધ કરાયેલા પાણીના નિકાલનો માર્ગ ખોલવામાં નહી આવે તો મુશ્કેલી સર્જાશે. આ બાબતે પાલિકાના એન્જિનિયર કયવંતસિંહ હેરમાએ જણાવ્યું કે તૂટેલી લાઇનનું રિપેરિંગ કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...