નિર્ણય:દૂધના ભાવમાં કિલો ફેટે રૂ.10નો વધારો, ઉત્પાદકોને વધુ એક ભેટ

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સૂરસાગર ડેરીની ચોટીલામાં મળેલી 46મી સાધારણ સભામાં નિર્ણય

સુરેન્દ્રનગર જિલ્લામાં પશુપાલકોના વિકાસની સાથે દૂધ ઉત્પાદનના ક્ષેત્રમાં સૂરસાગર ડેરી સારી કામગીરી કરી રહી છે. ત્યારે ગુરુવારે ડેરીને 46મી સાધારણ સભાની બેઠક ચોટીલા ખાતે મળી હતી. જેમાં ડેરીના ચેરમેન બાબાભાઇ ભરવાડે આગામી21 સપ્ટેમ્બરથી દૂધના ભાવમાં કિલો ફેટે રૂ.10નો વધારો કરવાની જાહેરાત કરી હતી. આ સાથે અત્યાર સુધીમાં મંડળીના સભાસદ હોય અને દૂધ ભરતા હોય તેમનું અવસાન થાય તો તેમને જ મરણોતર સહાય આપવામાં આવતી હતી. પરંતુ આગામી સમયથી મંડળીમાં દૂધ ભરતા તમામ ગ્રાહકોને મરણોતર સહાય આપવાનો ચેરમેને નિર્ણય લીધો હતો.

સાધારણ સભાની બેઠકમાં ડેરીના એમડી ગુરૂદીતસિંગ, મંગળસિંહ પરમાર, હિતેન્દ્રસિંહ ચૌહાણ, જેસીંગભાઈ ચાવડા, પ્રતાપભાઇ ખાચર, રણજીતસિંહ ચૌહાણ, રાજેન્દ્રસિંહ પરમાર, બ્રિજરાજસિંહ વાઘેલા, તેજાભાઈ શિયાળીયા, સુરેશભાઈ કુકડીયા, અજયભાઈ સામંડ, સુરાભાઈ રબારી, રાહાભાઈ શિયાળીયા સહિતના અગ્રણીઓ ખાસ હાજર રહ્યા હતા. સધારણ સભામાં કુલ રૂ.80.10 લાખની મરણોતર સહાય અને રૂ.3 લાખ ગૃપ અકસ્માત વિમાની ચુકવેલી સહાયની પણ વાત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...