ઉજવણી:સુરેન્દ્રનગર જિલ્લામાં આજે ઇદે મીલાદુનનબીની શાનદાર ઉજવણી કરવામાં આવશે

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુરેન્દ્રનગર, વઢવાણ, લીંબડી, પાટડી સહિતનાં શહેરોમાં મુસ્લિમ બિરાદરો ઝુલૂસ કાઢશે

સુરેન્દ્રનગર જિલ્લામાં આજે મુસ્લીમ બીરાદરો ઇદે મીલાદુનનબીની ઉજવણી કરવામાં આવશે.જેમાં સુરેન્દ્રનગર, વઢવાણ, લીંબડી, પાટડી સહિત શહેરોમાં ઇદનું ઝુલુશ કાઢવામાં આવશે.

ઇદે મિલાદની શાનદાર ઉજવણી કરવામાં આવશે. આથી સુરેન્દ્રનગર, વઢવાણ, લીંબડી, પાટડી, સહિત શહેરના માર્ગો પર ઝુલશ કાઢવામાં આવશે અને ઠેર ઠેર ઇદે મિલાદ પ્રસંગે લોકો ન્યાજના કાર્યક્રમો યોજવામાં આવશે. તેમજ સુરેન્દ્રનગર વઢવાણ સહિતના મુસ્લીમ લોકો વાઇઝ ના પ્રોગ્રામ યોજી મુસ્લીમ સમાજના ધર્મગુરૂઓ દ્રારા તકરીર ફરમાવવામાં આવશે અને વાયઝના પ્રોગ્રામ બાદ મદ્રેસામાં અભ્યાસ કરતા બાળકોને ઇનામ વિતરણ સહિતના કાર્યક્રમો યોજાશે.જ્યારે આ દિવસે હજરત મોહમ્મદ પયગંબર સાહેબના જન્મ દિવસ હોઇ ઇદે મિલાદનો તહેવાર યોજાતો હોઇ મુસ્લીમ સમાજ કેક કાપીને પણ ઠેરઠેર ઉજવણી કરશે. સુરેન્દ્રનગર અને વઢવાણ માં સવારે 9 કલાકે જુલશ સ્વરૂપે લોકો ફરશે અને ઇદે મિલાદની ઉજવણી કરવામાં આવશે.જ્યારે ઝુલુશમાં કોરોના ગાઈડલાઈનનું સંપુર્ણ પાલન કરવાની અપીલ કરાઇ હોવાથી સરકારની ગાઈડલાઈન મુજબ મુસ્લીમ વિસ્તારમાં ઝુલુશ નિકળશે.

જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું
ઝુલુશમાં મહતમ 15 વ્યક્તિઓ અને એક વાહન સામેલ કરી શકાશે. ઝુલુશ જે વિસ્તારનું હોય તે વિસ્તારમાંજ ફરી શકશે. જ્યારે શક્ય તેટલા ઓછા સમયમાં પૂર્ણ કરવાનુ અને ઉજવણી દરમિયાન કોરોનાના ગાઇડલાઇનનું તથા જરૂરી નિયમોનું પાલન કરવાનું. જિલ્લા મેજીસ્ટ્રેટ એન.ડી.ઝાલાની યાદીમાં જણાવાયુ છે.

અન્ય સમાચારો પણ છે...