તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેદરકારી:પાછલા એક અઠવાડિયાથી પવન, આંધી અને વરસાદી ઝાપટા વચ્ચે પાટડીમાં હવામાન ખાતાના સાધનો મુર્છિત હાલતમાં

સુરેન્દ્રનગર12 દિવસ પહેલા
 • કૉપી લિંક
પાછલા એક અઠવાડિયાથી પવન, આંધી અને વરસાદી ઝાપટા વચ્ચે પાટડીમાં હવામાન ખાતાના સાધનો મુર્છિત હાલતમાં - Divya Bhaskar
પાછલા એક અઠવાડિયાથી પવન, આંધી અને વરસાદી ઝાપટા વચ્ચે પાટડીમાં હવામાન ખાતાના સાધનો મુર્છિત હાલતમાં
 • પાટડીમાં હોસ્પિટલ પાછળ મુકાયેલા હવામાન ખાતાના સાધનો શોભાના ગાંઠીયા સમાન બન્યા

ઝાલાવાડના રણકાંઠા વિસ્તારમાં અન્ય વિસ્તારો કરતા ગરમી અને ઠંડી સવિશેષમાં પડે છે. હાલમાં સૂકાભઠ્ઠ રણકાંઠા વિસ્તારમાં આકરા ઉનાળા વચ્ચે પાછલા એક અઠવાડીયાથી પવન, આંધી અને વરસાદી ઝાપટા વચ્ચે પાટડી સરકારી હોસ્પિટલ પાછળ હવામાન ખાતાના સાધનો હાલ મૂર્છિત હાલતમાં હોવાથી નગરજનોમાં રોસની લાગણી ફેલાવા પામી છે.

ઝાલાવાડના અન્ય વિસ્તારો કરતા સૂકાભઠ્ઠ ગણાતા રણકાંઠા વિસ્તારમાં ગરમી અને ઠંડી સવિશેષમાં પડે છે. એમાય વેરાન રણમાં વર્ષ દરમિયાન પારો શૂન્ય ડીગ્રીથી લઇને પચાસ ડીગ્રી સુધી પહોંચી જતા રણમાં મીઠું પકવતા અગરિયા સમુદાયની સાથે લોકોની હાલત અત્યંત દયનિય બની જાય છે. પાછલા એક અઠવાડીયાથી પવન, આંધી અને વરસાદી ઝાપટા વચ્ચે વાતાવરણમાં જોરદાર પલ્ટો આવ્યો છે અને હજી આગામી એક અઠવાડિયા સુધી પવનના સૂસવાટા અને આંધીની સાથે વરસાદી ઝાપટા પડવાની હવામાન ખાતાએ આગાહી કરી છે. જ્યારે કોરોનાના કપરા સમયમાં લોકોમાં અને એમાય ખેડૂતોમાં આ કમોસમી માવઠાથી ફફડાટનો માહોલ છે.

ત્યારે વર્ષો અગાઉ હવામાન વિભાગ દ્વારા પાટડી હોસ્પિટલની પાછળના ભાગમાં હવાની દિશા માપવા સહિતના વિવિધ સાધનો લગાવવામાં આવ્યા હતા. પરંતુ આ સાધનોનો હાલ કોઇ રણીધણી જ ન હોવાથી હવામાન ખાતાના આ સાધનો હાલ મૂર્છિત હાલતમાં શોભાના ગાંઠીયા સમાન બનવા પામ્યાં છે.

પાટડીમાં હવામાન ખાતાની કોઇ જગ્યાએ ઓફિસ નથી. અને જે જગ્યાએ આ હવામાન ખાતાના સાધનો લગાવેલા છે એની બાજુમાં આવેલી સરકારી હોસ્પિટલ અને બ્લોક હેલ્થ ઓફિસના કર્મચારીઓને પુછતાં એમણે આ હવામાન ખાતાના સાધનોનો વહિવટ કોની પાસે છે તે ખબર ન હોવાનું જણાવી હાથ અધ્ધર કરી લીધા હતા. ત્યારે આ અંગે લાગતા વળગતા વિભાગ દ્વારા આ અંગે તાકીદે યોગ્ય કાર્યવાહી હાથ ધરાય એવી વ્યાપક માંગ પાટડીના જાગૃત નાગરિકોએ ઉઠાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો