સહાય:સુરેન્દ્રનગરની સુર સાગર ડેરી દ્વારા મૃત્યુ પામેલા સભાસદોને રૂ. 17.85 લાખના સહાયના ચેકો અપાયા

સુરેન્દ્રનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગરની સુર સાગર ડેરી દ્વારા મૃત્યુ પામેલા સભાસદોને રૂ. 17.85 લાખના સહાયના ચેકો અપાયા - Divya Bhaskar
સુરેન્દ્રનગરની સુર સાગર ડેરી દ્વારા મૃત્યુ પામેલા સભાસદોને રૂ. 17.85 લાખના સહાયના ચેકો અપાયા
  • આ કાર્યક્રમમાં પશુ વિમા અને સભાસદોને મળતા લાભો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું

સુરેન્દ્રનગર જિલ્લા સહકારી દુધ ઉત્પાદન સંધ સુર સાગર ડેરી દ્વારા મૃત્યુ પામેલા સભાસદોને રૂ. 17.85 લાખના સહાયના ચેકો આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં પશુ વિમા અને સભાસદોને મળતા લાભો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ.

સુરેન્દ્રનગર જિલ્લા સહકારી દુધ ઉત્પાદન સંધ સુર સાગર ડેરી દ્વારા મૃત્યુ પામેલા સભાસદોને રૂ. 17.85 લાખના સહાયના ચેકો અપાયા હતા. સુર સાગર ડેરીના ચેરમેન બાબાભાઇ ભરવાડ, માલધારી આગેવાન ગોપાલભાઇ મુંધવા, મેનેજિંગ ડિરેક્ટર ગુરદીતસિંગનાના હસ્તે મૃત્યુ પામેલા 40 સભાસદોને 'સભાસદ મરણોત્તર સહાય યોજના' અંતર્ગત રૂ. 45 હજાર લેખે રૂપીયા 17.85 લાખના ચેકો વારસદારોને અર્પણ કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં સુર સાગર ડેરીના સભાસદોને પશુ વિમા અને સભાસદોને મળતા લાભો અંગે વિસ્તૃત માર્ગદર્શન પણ આપવામાં આવ્યુ હતુ. દૂધ સંઘ દ્વારા આ યોજના પોતાના સ્વ ભંડોળમાંથી ચલાવવામાં આવે છે.

આ તકે દૂધ સંઘના ચેરમેન બાબાભાઇ ભરવાડે જણાવ્યું કે, આ યોજનાનો વધુમાં વધુ સભાસદોને લાભ મળે અને એક પણ સભાસદ સહાયથી વંચિત ન રહી જાય એ માટે જે તે મંડળીના મંત્રીઓએ ખાસ ધ્યાન અને કાળજી રાખવા અનુરોધ કર્યો હતો. જ્યારે મેનેજિંગ ડીરેક્ટર ગુરદીતસીંગે જણાવ્યું હતુ કે, ચાલુ સહકારી વર્ષ દરમિયાન મરણોત્તર સહાય યોજના અંતર્ગત 120 સભાસદોના વારસદારોને રૂ. 56.80 લાખની સહાય ચૂકવવામાં આવી હતી. જેમાં 58 વર્ષથી વધુ ઉંમરના 83 સભાસદોને સહાય મળી હતી.

અન્ય સમાચારો પણ છે...