ઝપાઝપી:સુરેન્દ્રનગરમાં જાહેરમાર્ગ પર ટ્રાફિક પોલીસ અને લારીધારક વચ્ચે ઝપાઝપીનો બનાવ, વીડિયો વાયરલ

સુરેન્દ્રનગર2 વર્ષ પહેલા
  • પાથરણાવાળા સામે ફરજમાં રુકાવટનો ગુનો

સુરેન્દ્રનગરના હેન્ડલુમ ચોકમાં પાથરણાવાળા સામે કાર્યવાહી કરતા ટ્રાફિક પોલીસ અને પાથરણાવાળા વચ્ચે ઝપાઝપી થઈ હતી. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

રસ્તા પર ઉભેલ લારીચાલકને ટ્રાફિક પોલીસે સાઈડમાં લેવાનું જણાવતા સામાન્ય બોલાચાલી બાદ મામલો બિચક્યો હતો. જેમાં મહિલા ટ્રાફિક પીએસઆઈ, પોલીસ કર્મચારીઓ, બ્રિગેડના જવાનો અને લારીચાલક વચ્ચે ઝપાઝપી થતાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યાં હતા. સુરેન્દ્રનગર મેઈન રોડ પર ટ્રાફિક પોલીસ અને લારીધારક વચ્ચે ઝપાઝપી થઈ હતી.

આ બનાવની પ્રાપ્ત વિગતાનુસાર સુરેન્દ્રનગર હેન્ડલુમ ચોકમાં બનેલી આ ઘટના સામે આવી હતી. જેમાં જાહેરનામા મુજબ મનાઇ હતી એ જગ્યાએ પાથરણાવાળો બેઠો હતો. ટ્રાફિક પોલીસે પાથરણાવાળાને ખસેડવા જતા ઝપાઝપી થઇ હતી. જેમાં ટ્રાફિક પીઅસઆઇની હાજરીમાં ટ્રાફિક પોલીસ કર્મચારીઓ દ્વારા આ પાથરણાવાળાને આડેધડ લાફાઓ ઝીંકી દેવામાં આવ્યા હતા. જેનો વિડીયો વાયરલ થતા વેપારીઓમાં પણ પોલીસની કામગીરી સામે રોષની લાગણી ફેલાવા પામી હતી અને ટ્રાફિક પોલિસની વર્તણૂક સામે સવાલો ઉઠવા પામ્યાં હતા. બાદમાં પાથરણાવાળાને પોલીસ સ્ટેશને લઇ જઇ જાહેરનામાનો ભંગ અને ફરજમાં રૂકાવટની કલમ હેઠળ ગુન્હો દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...