ધરતીપુત્રો ખુશખુશાલ:મોરબી જિલ્લામાં મેઘમહેર યથાવત, મચ્છુ-3 ડેમના બે દરવાજા એક ફૂટ ખોલાયા

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દરવાજા 1 ફૂટ ખોલી 1676 ક્યુસેક પાણીનો પ્રવાહ છોડવામાં આવ્યો છે

મોરબી પંથકમાં સારા વરસાદના પગલે ડેમોમાં નવા નીરની આવક થઈ છે. ત્યારે મોરબી નજીક સાદુલકા ગામ નજીક મચ્છુ નદી પર આવેલા મચ્છુ 3 ડેમમાં રૂલ લેવલે ભરાઈ જતા ડેમના 2 દરવાજા 1 ફૂટ ખોલી 1676 ક્યુસેક પાણીનો પ્રવાહ છોડવામાં આવ્યો છે. તંત્ર દ્વારા લોકોને મચ્છુ નદીના પટમાં અવરજવર ના કરવા પણ અપીલ કરવામાં આવી છે.

મોરબી જિલ્લામાં ગઈકાલે સવારથી ભારે વરસાદ પડ્યો હતો. જો કે, ગઈકાલે બપોર પછી મેઘાએ વીરામ લીધો હતો. અને ગતરાત્રીથી માંડીને આજે સવારે 8 વાગ્યા સુધી મેઘવીરામ રહ્યા બાદ હાલ 10 વાગ્યે ધીમી ધારે વરસાદ ચાલુ છે. ત્યારે મોરબી જિલ્લામાં છેલ્લા 24 કલાક એટલે કે, ગઈ કાલે મંગળવારે સવારે 6થી આજે બુધવારે સવારે 6 દરમિયાન મોરબી જિલ્લા કંટ્રોલ રૂમમાં નોંધાયેલા વરસાદના આંકડા મુજબ મોરબીમાં 64 મિમી, ટંકારામાં 11 મિમી, માળીયામાં 4 મિમી, વાંકાનેરમાં 3 મિમી વરસાદ નોંધાયો હતો. જ્યારે હળવદ પંથકમાં વરસાદ નોંધાયો નથી.

મોરબી નજીક સાદુલકા ગામ નજીક મચ્છુ નદી પર આવેલા મચ્છુ 3 ડેમમાં રૂલ લેવલે ભરાઈ જતા ડેમના 2 દરવાજા 1 ફૂટ ખોલી 1676 ક્યુસેક પાણીનો પ્રવાહ છોડવામાં આવ્યો છે. તંત્ર દ્વારા લોકોને મચ્છુ નદીના પટમાં અવરજવર ના કરવા પણ અપીલ કરવામાં આવી છે. મોરબી પંથકમાં ભારે વરસાદના પગલે સમગ્ર નદી નાળા છલકાયા હતા.

અન્ય સમાચારો પણ છે...