ભાવાંજલી:મેઘાણીનું અનન્ય પ્રદાન ક્યારે વિસરાશે નહીં

સુરેન્દ્રનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચોટીલામાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 124મી જન્મજયંતિ નિમિતે જન્મસ્થળે ભાવાંજલી કાર્યક્રમ યોજાયો હતો. - Divya Bhaskar
ચોટીલામાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 124મી જન્મજયંતિ નિમિતે જન્મસ્થળે ભાવાંજલી કાર્યક્રમ યોજાયો હતો.
  • ઝવેરચંદ મેઘાણીની 124મી જન્મજયંતિ નિમિતે જન્મસ્થળે ભાવાંજલી અર્પણ

ભારતના રાષ્ટ્રપિતા મહાત્માગાંધીએ જેમને રાષ્ટ્રીય શાયરનું બિરૂદ આપ્યુ હતુ તે ઝવેર ચંદ મેઘાણીની 124મી જન્મજયંતિ નિમિતે ઝવેરંચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા ચોટીલા સ્થિત તેમના જન્મ સ્થળે ભાવાંજલી કાર્યક્રમનું આયોજન કરાયુ હતુ.આ પ્રસંગ ઉપસ્થિત જિલ્લા પોલીસ અધિક્ષક મહેન્દ્રભાઇ બગડીયાએ જણાવ્યુ કે વિશ્વભરમાં વસતા દરેક ગુજરાતી મેઘાણીના પ્રેરણાદાયી જીવન કવનમાંથી પ્રેરીત થાય છે. સાહિત્ય, લોકસાહિત્ય, પત્રકારત્વ તેમજ આઝાદીની લડાઇમાં તેમનું અનન્યપ્રદાન ક્યારેય વિસરાશે નહીં અત્રે ઉલ્લેખનીય છે કે, ઇ.સ. 1896માં ચોટીલા પોલીસ લાઇનના ફોજદાર કાળીદાસ મેઘાણીના પત્ની ધોળીબાની કુખે ઝવેરચંદ મેઘાણીનો જન્મ થયો હોવાથી ગુજરાત પોલીસ સવિશેષ ગૌરવ અનુભવે છે. જ્યારે તેમના પૌત્ર પિનાકીભાઇ મેઘાણીએ તેમના જીવનના પ્રેરક પ્રસંગો વાગોળ્યા હતા.

ત્યારબાદ વિશ્વ અહિંસા નિબંધ સ્પર્ધાના વિજેતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામ અને પુરસ્કાર અપાયા હતા. જ્યારે સરકારી પુસ્તકાલયે મેઘાણી સાહિત્ય પુસ્તક પ્રદર્શન અને જરૂરીયાતમંદોને જીવનજરૂરી વસ્તુની કિટ વિતરણ સેવાયજ્ઞનો પ્રારંભ કરાયો હતો. આ ઉપરાંત 2021માં મેઘાણીજીની 125મી જન્મજયંતી નિમિતે તેમના જન્મસ્થળ, મકાન અને ઐતિહાસિક જગ્યાઓને સાંકળી સ્મારક સંકુલ વિકસાવવાની લાગણી વ્યક્ત કરાઇ હતી. આ પ્રસંગે વિભાગીય નાયબ પોલીસ અધિક ડી.વી.બસીયા, ચોટીલા પીઆઇ ભાવનાબેન પટેલ, પોલીસ પરીવાર સહિત ચોટીલાના વિવિધ સંસ્થાનના આગેવાનો અને સાહિત્ય પ્રેમી લોકો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...