તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મન્ડે પોઝિટિવ:જિલ્લાના 16 અન્નક્ષેત્રોમાં રોજ 1600 નિરાધારને ભોજન પીરસાય છે

સુરેન્દ્રનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
સુરેન્દ્રનગર જુની ગોકુલ હોટલમાં અન્નક્ષેત્ર ચલાવાય છે. - Divya Bhaskar
સુરેન્દ્રનગર જુની ગોકુલ હોટલમાં અન્નક્ષેત્ર ચલાવાય છે.
 • પેટ ભરવા પૈસા નથી પણ સમાજના ડરથી અન્નક્ષેત્રે નથી આવતા તેઓને ઘરે ટીફીન પહોચાડાય છે
 • વઢવાણમાં સૌથી વધુ 8 અન્નક્ષેત્રો, લોકોને જમાડવા પાછળ રોજનો 1 લાખનો ખર્ચ
 • અશકત, વૃયોવૃદ્ધ એવા 400 લોકોને ટીફીન અપાય છે

ઝાલાવાડ એટલે સંત,સુરા અને સતીની ધરતી. અહીયા એવા વિર સપુતો જન્મયા છે કે જેમની વિરતાના કિસ્સા આજે પણ ગુંજી રહયા છે. તો તેજસ્વી સંતોના તેજથી આજે પણ આ ભુમી પાવન છે. આવી પાવન ભુમીમાં આજે પણ ભુખ્યાની આંતરડી ઠારવા માટે અન્નક્ષેત્રો ધમધમી રહયા છે. જ્યાં નાત જાતના ભેદભાવ વગર પાંચ પૈસા લીધા વગર જે પણ આવે તેને પ્રેમથી જમાડવામાં આવે છે.સુરેન્દ્રનગર જિલ્લામાં અંદાજે આવા 16થી વધુ અન્નક્ષેત્રો આવેલા છે. જેમાં સુરેન્દ્રનગર અને વઢવાણમાં જ 8થી વધુ અન્નક્ષેત્રો આવેલા છે. આ તમામ અન્નક્ષેત્રમાં દરરોજ અંદાજે 1250 થી વધુ લોકોને ભરપેટ ભોજન કરાવવામાં આવે છે.

જિલ્લામાં અનેક પરિવાર અને ઘણા લોકો એવા છે કે જેમની આગળ પાછળ કોઇ નથી.પોતાની નાદુરસ્ત તબીયતને કારણે કામ કરીને બે પૈસા કમાઇ શકે તેવા નથી. તેવા લોકો માટે આ અન્નક્ષેત્ર ઘર જેવા બની ગયા છે.અન્નક્ષેત્રમાં જમાડવામાં પાછળ દરરોજ અંદાજે રૂ.એક લાખનો ખર્ચ થાય છે. દાતાઓ અને શુભેચ્છકોને કારણે ખર્ચની જોગવાઇ થઇ જાય છે. આપણા ઘરે સપ્તાહમાં ત્રણવાર મિષ્ટાન નહી જમતા હોય પરંતુ અન્નક્ષેત્રોમાં લોકોના સહકારની મિષ્ટાન પણ પીરસાય છે.

માનસિક દિવ્યાંગ લોકો કયારેક થાળીઓનો પણ ઘા કરે છે
મારા પિતાજી સુર્યકાંતભાઇએ 40 વર્ષ પહેલા આ અન્નક્ષેત્રની શરૂઆત કરી હતી. તેમના અવસાન બાદ તેમની ઇચ્છા પુરી કરવા માટે અમે અન્નક્ષેત્ર ચાલુ જ રાખ્યુ છે. દરરોજ 80થી વધુ લોકોનું ભોજન બનાવીએ છીએ.જેનું કોઇ નથી તેવા લોકોની સાથે અસ્થીર મગજના માણસો પણ જમવા માટે આવે છે. કયારેક કોઇ પીતો ગુમાવે તો પીરસેલી થાળીનો પણ ઘા કરી દે છે. કોઇ અમારી સાથે તકરાર પણ કરે છે. છતા તેને ગણકાર્યા વગર તમામને હેતથી જમાડીએ છીએ. - મનીષભાઇ ચાંપાનેરી, જોરાવરનગર અન્નક્ષેત્રના સંચાલક

ભજન કરોને બીજાને ભોજન કરવોનું સૂત્ર સાર્થક કરીએ છીએ
મોરાબી બાપુ કાયમ કહે છે કે ભજન પોતે કરો અને ભોજન બીજાને કરાવો. આ વિચારને મનમાં લઇને મારી જુની હોટલ હતી તેને અન્નક્ષેત્ર બનાવી દિધી છે. ત્યા દરરોજ સવાર સાંજ 350થી વધુ માણસો ભોજન કરવા માટે આવે છે. - અજયસિંહ ગોહિલ, સુરેન્દ્રનગરના અન્નક્ષેત્રના સંચાલક

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો