હવામાન:છેલ્લા 10 દિવસમાં મહત્તમ તાપમાનમાં 6.3 અને લઘુતમ તાપમાનમાં 5.5 ડિગ્રીનો વધારો

સુરેન્દ્રનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સુરેન્દ્રરનગર જિલ્લામાં ભરશિયાળે ઉનાળા જેવી ગરમીનો અહેસાસ

સુરેન્દ્રનગર જિલ્લામાં શિયાળાની ઠંડી વચ્ચે 10 દિવસથી વાદળછાયું વાતાવરણ અને હાલ ઉનાળા જેવી ગરમી રહે છે. જેના કારણે છેલ્લા 10 દિવસમાં મહતમ વાતાવરણમાં 6.3 વધારો અને લઘુતમ તાપમાનમાં 5.5 ડિગ્રીનો વધારો નોંધાયો છે. આમ આખા દિવસમાં 15 ડિગ્રી જેટલું તાપમાન ફેરફાર થઇ રહ્યો છે. હજુ ડિસેમ્બર માસની શરૂઆત સુધી આવુ વાતાવરણ રહેવાનુ હવામાન વિભાગનો અંદાજ છે.

જિલ્લામાં ઓક્ટોબરના અંતથી શિયાળાની ઠંડીનું આગમન શરૂ થયું હતું. જેમાં તાપમાનમાં સતત ઘટાડો થતા ધીમેધીમે ઠંડીનો જોર વધતા લોકો શિયાળાનો આનંદ માણી રહ્યા હતા. જેમાં તા.19 સુધી મહતમ તાપમાનમાં 3.5 ડિગ્રી અને લધુતમ તાપમાનમાં 1.5 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. જ્યારે દિવસ દરમિયાન તાપમાનમાં 18 ડિગ્રી જેટલો ફેરફાર જોવા મળી રહ્યો હતો.જ્યારે થોડો સમય વરસાદી વાતાવરણ રહ્યું હતું.આમ દિવસભર ગરમી અને બફારો અને વહેલી સવારે અને સાંજ બાદ ઠંડકભર્યું વાતાવરણ રહે છે.

ગત વર્ષ સરખામણીએ મહત્તમ, લઘુતમમાં 4 ડિગ્રી વધુ
જિલ્લામાં 2020માં 14થી 24 નવેમ્બરની સરખામણી કરવામાં આવે તો ગત વર્ષે 2020માં તાપમાનમાં 10 દિવસમાં લઘુતમ તાપમાનમાં 15થી 16 ડિગ્રી રહેતું હતું.મહતમ તાપમાન 30થી 31 રહેતું હતું. આ વર્ષે 2021માં લધુતમ તાપમાન 21થી 23 વચ્ચે અને મહતમ તાપમાન 33થી 35 ડિગ્રી વચ્ચે રહે છે. આમ ગત વર્ષની સરખામણીએ લધુતમ તાપમાનમાં 4 ડિગ્રી અને મહતમ તાપમાનમાં 4 ડિગ્રી જેટલો વધારો જોવા મળી રહ્યો છે.

તા.28 સુધી વાતાવરણ શુષ્ક રહેશે
હવામાન વિભાગની આગાહી મુજબ વાતાવરણમાં આમજ વાતાવરણ શુષ્ક રહેશે. જેમાં દિવસ દરમિયાન તાપમાન વધતા ગરમી રહેશે. વહેલી સવારે, સાંજ બાદ વાતાવરણમાં ઠંડક જોવા મળશે. 28 નવેમ્બર સુધી જિલ્લાભરમાં આવું વાતાવરણ રહેવાની આગાહી છે.

અન્ય સમાચારો પણ છે...