ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાયો:હળવદ પંથકના વાતાવરણમાં પલટો આવ્યા બાદ માવઠું, ખેડૂતોની મગફળી બજારમાં તણાઈ

મોરબી3 મહિનો પહેલા
  • ધનાળા અને કેદારિયા ગામમાં મુશળધાર વરસાદથી ચોતરફ પાણી જ પાણી
  • ખેડૂતોની તૈયાર મગફળીનો માવઠાએ સોથ બોલાવી દીધો

મોરબીના હળવદ પંથકમાં આજે સોમવારે વરસાદી માવઠું કહેર બનીને વરસતાં અનેક ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. હળવદના ધનાળા અને કેદારિયા સહિતનાં ગામમાં વરસાદ વરસતાં ખેડૂતોની મગફળી બજારમાં તણાઈ ગઈ હતી. જગતના તાતની મહેનત પર પાણી ફરતું જોવા મળ્યું હતું.

ખેડૂતોએ વાવેતર કરેલા પાકમાં ભારે નુકસાન
સૌરાષ્ટ્ર સહિત મોરબી જિલ્લામાં રવિવારે સાંજથી વાતાવરણમાં આવેલા અચાનક બદલાવ બાદ આજે સોમવારે હળવદ પંથકમાં વરસાદ વરસ્યો હતો, જેને લઈ ખેડૂતોએ વાવેતર કરેલા પાકમાં ભારે નુકસાન થયું હતું. હાલમાં ખેડૂતોએ વાવેલી મગફળી તૈયાર થઈ ગઈ હોવાથી એન ઘરની બહાર રાખેલી હોવાથી બજારમાં તણાઈ હતી. ખેડૂતોની તૈયાર મગફળીનો માવઠાએ સોથ બોલાવી દીધો હતો.

ખેડૂતોએ મગફળીને વરસાદમાં તણાતી બચાવવા પ્રયાસો કર્યા
હળવદ પંથકમાં ધનાળા અને કેદારિયા ગામમાં તો માવઠું મુશળધાર વરસતાં ચોતરફ પાણી જ પાણીની સ્થિતિમાં ખેડૂતો તૈયાર મગફળી ઘરે લાવ્યા હોવાથી અને એ ઘરની બહાર પાણીના પ્રવાહમાં બજારમાં તણાઈ ગઈ હતી, જેથી ખેડૂત પરિવારોએ પોતાની તૈયાર જણસને વરસાદમાં તણાતી બચાવવા પ્રયાસો કર્યા હતા, પરંતુ કુદરતના કોપ સામે ખેડૂતો લાચાર બન્યા હતા.

અન્ય સમાચારો પણ છે...