વેસ્ટર્ન ડીસ્ટર્બન્સની અસર:સુરેન્દ્રનગર જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે 22 અને 23 જાન્યુઆરીના રોજ માવઠાંની આગાહી

સુરેન્દ્રનગર4 મહિનો પહેલા
સુરેન્દ્રનગર જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે 22 અને 23 જાન્યુઆરીના રોજ માવઠાંની આગાહી
  • ઉત્તર ભારતમાં થયેલા હિમ વર્ષાના પગલે હળવા વરસાદની શક્યતા

સુરેન્દ્રનગર જિલ્લામાં ઉત્તર ભારતમાં થયેલા હિમવર્ષાને પગલે ઠંડીનો કહેર રહ્યાં બાદ છેલ્લા પાંચેક દિવસથી લઘુત્તમ પારો નિયમીત રીતે ઉપર આવી રહ્યો છે. ત્યારે આવા સમયે હવામાન વિભાગે કમોસમી વરસાદની પણ આગાહી કરી છે. વેસ્ટર્ન ડીસ્ટર્બન્સના લીધે તા. 22 અને 23 જાન્યુઆરીના રોજ જિલ્લામાં વાદળછાયા વાતાવરણ સાથે હળવો વરસાદ વરસી શકે છે.

જિલ્લામાં ગત ડીસેમ્બર માસમાં જ બે વાર લોકોએ વરસાદી વાતાવરણનો સામનો કર્યો છે. ત્યારે જિલ્લામાં ફરીવાર વરસાદી વાતાવરણ સાથે કમોસમી વરસાદ આવે તેવી સ્થિતી સર્જાઈ રહી છે. હવામાન વિભાગના જણાવાયા મુજબ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સના લીધે ફરી તા. 22 અને 23 જાન્યુઆરીના રોજ જિલ્લામાં વાદળછાયુ વાતાવરણ રહેશે અને હળવો વરસાદ પડી શકે છે. સુરેન્દ્રનગર જિલ્લામાં જાન્યુઆરી માસની શરૂઆતમાં જ ઠંડીનો પ્રકોપ રહ્યોં હતો. ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાને પગલે લોકોએ હાડ થીજાવી દેતી ઠંડીનો અનુભવ કર્યો હતો.

જોકે, છેલ્લા પાંચેક દિવસથી જિલ્લામાં લઘુત્તમ તાપમાનનો પારો ઉત્તરોત્તર વધતો રહે છે. જેને લીધે હવે લોકોને દિવસના સમયે ગરમ વસ્ત્રો પહેરવાથી મુક્તિ મળી છે. અમુક લોકોને તો એસી કે પંખા પણ શરુ કરવા પડી રહ્યાં છે. જિલ્લાના તાપમાનના આંકડા પર નજર કરીએ તો સોમવાર કરતા તાપમાનનો પારો લઘુત્તમ અને મહત્તમ બન્નેમાં 0.5 ડીગ્રી વધ્યો છે. સોમવારના લઘુત્તમ તાપમાન 12.5 સામે મંગળવારે પારો 13 ડીગ્રી નોંધાયો હતો. જયારે સોમવારના મહત્તમ તાપમાન 29.0ની સામે પારો વધીને 29.5 થયો હતો. જો વાતાવરણમાં આગામી દિવસોમાં પલટો આવે તો ઠંડીનો આ પારો વધુ ઉપર આવી શકે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...