તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માસ પ્રમોશન:જિલ્લાની 352 શાળાના ધોરણ 10ના 21,947 છાત્રોને માસ પ્રમોશન અપાયું

સુરેન્દ્રનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જરૂરી સમીક્ષા કરીને રિપિટર વિદ્યાર્થીઓની પરીક્ષા યોજવામાં આવશે
  • માસ પ્રમોશન મેળવનાર વિદ્યાર્થીઓને ધો.11માં પ્રવેશની સમસ્યા સર્જાશે, સ્વનિર્ભર શાળા એસોસિયેશન પ્રમુખ

રાજ્ય સરકારે ધો.10 વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય કરાયો હતો. આથી સુરેન્દ્રનગર જિલ્લાની કુલ 352 શાળા ગ્રાન્ટેડ 126 સરકારી 77 સેલ્ફ ફાઇનાન્સ 148 શાઓમાં અભ્યાસ કરતા 21,947 વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યુ છે. આ અંગે જિલ્લા માધ્યમિક શિક્ષણાધિકારી એસ.એમ.બારડે જણાવ્યુ કે હાલની પરિસ્થિતીમાં વિદ્યાર્થીઓ કોરોના સંક્રમણથી વિદ્યાર્થીઓ સુરક્ષિત રહે તે માટે રાજ્ય સરકારે લીધેલો માસપ્રમોશનનો નિર્ણય યોગ્ય છે.

હકારાત્મક અને નકારાત્મક બંને પાસાં છે
સરકારે ધો.10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાના નિર્ણયના હકારાત્મક અને નકારાત્મક બંને પાસાઓ છે. હકારાત્મક પાસુ એ છે કે કોરોનાની સ્થિતીમાં બાળકોને શાળાએ બોલાવી શકાય તેમ નથી અને તે હિતાવાહ પણ નથી. નકારાત્મક પાસા એ છેકે નબળા વિદ્યાર્થીઓન અને તેજસ્વી વિદ્યાર્થીઓ વચ્ચે ભેદ પારખવો મુશ્કેલ છે. જેના પરીણામે ધો.11માં વિજ્ઞાન પ્રવાહમાં A ગ્રુપ કે B ગ્રુપ, કે સામાન્ય પ્રવાહમાં પ્રવેશ મેળવવો તે વિદ્યાર્થી નિર્ણય લઇ શકશે નહીં.તેમજ ધો.10 બાદ ડિપ્લોમાં એન્જીન્યરીંગમાં પણ બાળકો એડમીશન લેતા હોય છે તેમાં પણ વિસંગતતા રહે તેમ છે.

જેમકે સરકારી ડિપ્લોમા કોલેજ , વિવિધ બ્રાન્ચ વગેરેમાં ધોરણ 10 ના બોર્ડના રિઝલ્ટના મેરીટ આધારિત પ્રવેશ મળે છે, ધો.10માં માસ પ્રમોશન મેળવેલ વિદ્યાર્થીઓના પ્રમાણમાં ધો.11માં સમાવેશ કરવા પુરતા વર્ગો ન હોવાથી ધો.11માં પ્રવેશની સમસ્યા થશે. જ્યારે બે વર્ષથી માસ પ્રમોશન મેળવેલ વિદ્યાર્થીઓની શૈક્ષણીક ક્ષમતાનો ખ્યાલ આવી શકે નહીં. - ઇન્દ્રસિંહ ઝાલા, (જિલ્લા સેલ્ફફાઇનાન્સ શાળા એસોસીએશન પ્રમુખ)

અન્ય સમાચારો પણ છે...