તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:જિલ્લાના 2.15લાખ છાત્રોને માસ પ્રમોશન

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લીધો છે, પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારી, શાળાઓમાં તા.3 મેથી 6 જૂન સુધી વેકેશન

જિલ્લામાં હાલ કોરોના સંક્રમણના કેસો વધી રહ્યા હોવાથી શાળાઓ બંધ છે. ત્યારે સરકાર દ્વારા ધો.1થી 8 ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય કરાયો હતો. આથી સુરેન્દ્રનગર જિલ્લાના ધો.1થી 8ના 2,15,040 વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યુ છે. કોરોનાની બીજી લહેરમાં લોકો સપડાતા સંક્રમણના આંકો દિવસે દિવસે વધી રહ્યા છે. ત્યારે હાલ શાળાઓ બંધ હોવાથી સતત એક વર્ષથી શિક્ષણ કાર્ય બંધ છે.

જોકે થોડો સમય કોરોના સંક્રમણ ઘટતા પ્રાથમિક શાળાઓના ઉચ્ચ ધોરણના વર્ગો શરૂ કરાયા હતા.પરંતુ બીજી લહેરમાં લોકો વધુ સંખ્યામાં સંક્રમીત થતા બાળકોના હિતમાં શાળાઓના શરૂકરાયેલા વર્ગોપણ બંધ કરી દેવાયા હતા. ત્યારે હાલ કોરોના કહેર ચાલુ હોવાથી શાળાઓ ખુલે તેમ નથી આથી વિદ્યાર્થીઓને પરિક્ષા લેવાય તેમ ન હોવાથી સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારામાસ પ્રમોશન આપવામાં જણાવાયુ હતુ.

આથી જિલ્લાના ધો.1 થી 8માં અભ્યાસ કરતા 2,15,040 વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યુ છે.આ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નીતાબેન ગઢવીએ જણાવ્યુ કે જિલ્લામાં કોરોના વધતા સંક્રમણને કારણે શાળાઓ ખુલે તેમ નથી જ્યારે પરિક્ષા પણ લેવાઇ શકે તેમ ન હોવાથી વિદ્યાર્થીઓના હિતને ધ્યાને લઇ આ નિર્ણય સરકાર દ્વારા લેવાયો છે. જ્યારે તા.3 મે થી 6 જુન સુધી વેકેશન જાહેર કરાયુ છે.

જિલ્લામાં ધો.1થી8ના વિદ્યાર્થીઓની તાલુકા વાઇઝ સંખ્યા
તાલુકોધો.1ધો.2ધો.3ધો.4ધો.5ધો.6ધો.7ધો.8કુલ
ચોટીલા2570289328122633264027452322273921,354
ચુડા1259135414591395136314651174150910,978
ધ્રાંગધ્રા3752425143704170393243053701409432,575
લખતર111112201214116512121217102111979,357
લીંબડી2477270127092608250625172227250020,245
મુળી1918210922152140199820701701211816,350
પાટડી2785305029572885285129092558295122,946
સાયલા2551289429292758259425032185257720,991
થાન1612201719291890180217201545164414,159
વઢવાણ4819595560136026570859845261631946,085
કુલ24854285452860727670266062743523695276482,15,040
અન્ય સમાચારો પણ છે...