કિશાન પંચાયત:પાટડી માર્કેટિંગ યાર્ડ ખાતે મેરોથોન નમો કિશાન પંચાયત યાજાઈ, મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટ્યા

સુરેન્દ્રનગર5 મહિનો પહેલા
પાટડી માર્કેટિંગ યાર્ડ ખાતે મેરોથોન નમો કિશાન પંચાયત યાજાઈ
  • તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ નર્મદાના નીર ગામડે ગામડે પહોંચાડતા ખેડૂતો સમૃદ્ધ બન્યા: પ્રદેશ કિશાન મોરચા પ્રમુખ

પાટડીની માર્કેટિંગ યાર્ડ ખાતે મેરોથોન નમો કિશાન પંચાયત યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટ્યા હતા. આ કાર્યક્રમમાં પ્રદેશ કિશાન મોરચાના પ્રમુખે જણાવ્યું કે, તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ નર્મદાના નીર ગામડે ગામડે પહોંચાડતા ખેડૂતો સમૃદ્ધ બન્યા છે અને નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ કિસાન સમૃદ્ધિ યોજના દ્વારા દરેક ખેડૂતોને દર વર્ષે 12000 રૂપિયા આપવાનું શરૂ કર્યું છે.

આ નમો કિસાન પંચાયતમાં ખેડૂતોને સંબોધતા કિસાન મોરચાના પ્રદેશ અધ્યક્ષ હિતેશ પટેલે કોંગ્રેસ ઉપર ચાબખા મારતાં જણાવ્યું કે, ગુજરાતના ખેડૂત યુવાનો પાણીના અભાવે ખેતીમા ઊપજ નહીં આવવાના કારણે નોકરી, ધંધા તરફ વળ્યા હતા. પરંતુ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા નર્મદાનું પાણી સમગ્ર ગુજરાતમા પહોંચાડી ગુજરાતના ખેડૂતો સમૃદ્ધ બન્યા છે.

કોંગ્રેસને 60 વર્ષ સુધી નર્મદા યોજના આગળ વધારવાનુ સૂઝ્યું નહી. જેના કારણે ખેડૂતોની ચિંતા નહીં કરતાં ખેડૂતો દેવાદાર બન્યા હતાં. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ કિસાન સમૃદ્ધિ યોજના દ્વારા દરેક ખેડૂતોને દર વર્ષે 12000 રૂપિયા આપવાનું શરૂ કર્યું છે. ગુજરાતમા ભાજપ સરકાર આવ્યા બાદ 8 કલાક વિજળી આપવામા આવી રહી છે. આ રીતે ભાજપની ગુજરાત અને કેન્દ્રની સરકાર ખેડૂતોની સરકાર છે.

ખારાગોઢાના ઠાકોર સમાજના આગેવાન ગોરધન ટપુભાઈ રાફુચા અગાઉ ભાજપ છોડી કોંગ્રેસમાં ગયા હતા. તેઓ આજે મોટી સંખ્યામાં કાર્યકરો સાથે ભાજપમા ફરી જોડાતા તેમનું કેસરિયો ખેસ પહેરાવી આવકાર્યા હતાં.

પાટડી અને આજુબાજુના 8 ગામોની ખેતીની જમીનમા 192, 193ની કલમ ગણોત ધારાના કારણે મોટી રકમનુ પ્રીમિયમ ભરવાનુ થતુ હોઇ આ જમીનો વેચી શકાતી નથી. તેમજ ખેડૂતોની જમીનનો રીસર્વેના પ્રશ્ન બાબતે સરકારમાં રજૂઆત કરી નિરાકરણ લાવવાની ખાત્રી આપી હતી.

આ કાર્યક્રમમાં કિશાન પ્રદેશ મોરચાના પ્રમુખ હિતેશ પટેલ, જિલ્લા પ્રમુખ નંદલાલ, જિલ્લા ભાજપ પ્રમુખ જગદિશ મકવાણા, પૂર્વ ધારાસભ્ય પૂનમ મકવાણા, પ્રદેશ કિસાન મોરચાના કારોબારી સભ્ય દર્શના પટેલ, પી.કે.પરમાર, ઉદુભા ઝાલા, તાલુકા પંચાયત પ્રમુખ પ્રકાશ ડોડીયા, પાટડી એપીએમસીના ચેરમેન શૈલેષ પટેલ અને વાઇસ ચેરમેન દેવેન્દ્ર પાવરા સહિત તાલુકાભરમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...