તાજેતરમાં જ ગુજરાત વિધાનસભાની ચૂંટણી સંપન્ન થઇ છે, ત્યારે દસાડા તાલુકાની 21 ગ્રામ પંચાયતો 25 વર્ષ જૂની બિલ્ડીંગમાં તો 13 ગ્રામ પંચાયતો પ્રા.શાળાના રૂમમાં, કોમ્યુનિટી હોલમાં, ભાડાના મકાનમાં કે આંગણવાડી કેન્દ્રમાં ધમધમે છે. જ્યારે દસાડા તાલુકા પંચાયતમાં 114 માંથી 52 સ્ટાફ જગ્યા ખાલી છે. તો 89 તલાટીમાંથી 39 જગ્યા ખાલી હોવાથી ઇન્ચાર્જરાજ છે. તો દસાડા તાલુકાની 88 ગ્રામ પંચાયતોમાંથી 25 ગ્રામ પંચાયતો અત્યંત જર્જરિત હાલતમાં હોવાથી પછાત રણકાંઠા વિસ્તારના સરપંચો દ્વારા આ સમસ્યા વહેલીતકે દૂર કરવાની માગ કરવામાં આવી છે.
સુરેન્દ્રનગર જિલ્લાના અતિ પછાત વિસ્તાર તરીકે પંકાયેલા દસાડા તાલુકાની ગ્રામ પંચાયતો અને તાલુકા પંચાયતની જર્જરિત અવસ્થા અને સ્ટાફ ઘટની ચોંકાવનારી હકીકતો સામે આવી છે. જેમાં દસાડા તાલુકાની 21 ગ્રામ પંચાયતો 25 વર્ષ જૂની બિલ્ડીંગમાં તો 13 ગ્રામ પંચાયતો પ્રા.શાળાના રૂમમાં, કોમ્યુનિટી હોલમાં, ભાડાના મકાનમાં કે આંગણવાડી કેન્દ્રમાં ધમધમે છે. જ્યારે દસાડા તાલુકા પંચાયતમાં 114 માંથી 52 સ્ટાફ જગ્યા ખાલી છે તો 89 તલાટીમાંથી 39 જગ્યા ખાલી હોવાથી ઇન્ચાર્જરાજ છે.
અન્યના મકાનમાં ચાલતી ગ્રામ પંચાયતો
* એહમદગઢ ગ્રામ પંચાયત- પ્રાથમિક શાળાના રૂમમાં ચાલે છે
* આલમપુરા ગ્રામ પંચાયત- સંસ્થાના મકાનમાં ચાલે છે
* છાબલી ગ્રામ પંચાયત- પ્રાથમિક શાળાના રૂમમાં ચાલે છે
* જૈનાબાદ ગ્રામ પંચાયત- આંગણવાડી કેન્દ્રમાં ચાલે છે
* જોરાવરપુરા ગ્રામ પંચાયત- રાજીવ ગાંધી કેન્દ્રમાં ચાલે છે
* મોટી મજેઠી ગ્રામ પંચાયત- ભાડાના મકાનમાં ચાલે છે
* પાડીવાડા ગ્રામ પંચાયત- કોમ્યુનિટી હોલમાં ચાલે છે
* સલી ગ્રામ પંચાયત- પ્રાથમિક શાળાના રૂમમાં ચાલે છે
* વણોદ ગ્રામ પંચાયત- રાજીવ ગાંધી કેન્દ્રમાં ચાલે છે
* ઝેઝરા ગ્રામ પંચાયત- રાજીવ ગાંધી કેન્દ્રમાં ચાલે છે
* વચ્છરાજપુરા ગ્રામ પંચાયત- પ્રાથમિક શાળાના રૂમમાં ચાલે છે
* માલણપુર ગ્રામ પંચાયત- ધર્માદા સંસ્થામાં ચાલે છે
* વડગામ ગ્રામ પંચાયત- રાજીવ ગાંધી કેન્દ્રમાં ચાલે છે
* બાકીની 75 ગ્રામ પંચાયત પંચાયત ઘરમાં જ ચાલે છે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.