તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કેનાલમાં ગડબડના ગાબડા:સુરેન્દ્રનગરની નાના ગોરૈયાની પોરડા શાખા કેનાલમાં ગાબડું પડતા અનેક ખેતરો પાણીમાં ગરકાવ, ખેડૂતો પાયમાલ

સુરેન્દ્રનગર12 દિવસ પહેલા
  • ખેડૂતો માટે આશિર્વાદ સમી નર્મદા કેનાલ રણકાંઠાના ખેડૂતો માટે અભિશાપરૂપ બની
  • ખેડૂતોનો મોંઢામાં આવેલો કોળીયો છીનવાયો
  • સ્થાનિક સ્વરાજની ચૂંટણી ટાણેં જ કેનાલમાં ગાબડાથી ખેડૂતોમાં રોસ

સુરેન્દ્રનગર જીલ્લાના પાટડી પથંકની નાના ગોરૈયાની પોરડા શાખા કેનાલમાં મસમોટું ગાબડું પડતા આજુબાજુના તમામ ખેતરો પાણીમાં જળબંબાકાર થઇ ગયા હતા. ખેડૂતોનો મોંઢામાં આવેલો કોળીયો છીનવાતા ખેડૂતો દયનીય હાલતમાં મુકાયા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી ટાણેં જ કેનાલમાં ગાબડાથી ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે.

અનેક ખેતરો કેનાલના પાણીમાં ગરકાવનર્મદા કેનાલનો સૌથી વધુ લાભ પાટડી પથંકને થયો હોવાની તંત્રની મસમોટી વાતો વચ્ચે આ કેનાલોના કામ પણ ખુબ નબળા થયા હોવાની ફરિયાદો ઉઠવા લાગી છે. આજે શનીવારે સુરેન્દ્રનગર જીલ્લાના પાટડી તાલુકાના નાના ગોરૈયા ગામની સીમમાંથી પસાર થતી પોરડા શાખા કેનાલમાં મસમોટું ગાબડું પડવાની સાથે કેનાલ ઓવરફ્લો થતાં નાના ગોરૈયા ગામની સીમના અનેક ખેતરો કેનાલના પાણીમાં ગરકાવ થઇ ગયા હતા.

ગાબડાના કારણે કેનાલનું પાણી અંદાજે દોઢસોથી બસો વિઘામાં ફરી વળ્યુંઆ અંગે નાના ગોરૈયા ગામના મણીલાલ પટેલે જણાવ્યું કે, ગાબડાના કારણે કેનાલનું પાણી અંદાજે દોઢસોથી બસો વિઘામાં ફરી વળતા એરંડા, બીટી કપાસ અને મગના પાકને મોટાપાયે નુકસાન થયું છે. ખેડૂતોની રાત-દિવસની અથાગ મહેનત પર પાણી ફરી વળતા ખેડૂતોનો મોંઢામાં આવેલો કોળીયો છીનવાતા ખેડૂતો દયનીય હાલતમાં મુકાયા છે. પાટડી તાલુકાની ઝીંઝુવાડા શાખા કેનાલ રૂ.201.86 કરોડના ખર્ચે 631.65 કિ.મી.લાંબી આ કેનાલ 47 ગામના 18458 ખેડૂતોની 53342 સીસીએ હેક્ટર જમીનને પીયતનો લાભ આપે છે. જ્યારે ખારાઘોઢા શાખા કેનાલ રૂ.33.33 કરોડના ખર્ચે 160.32 કિ.મી.લાંબી આ કેનાલ 16 ગામના 6202 ખેડૂતોની 13398 સીસીએ હેક્ટર જમીનને પિયતનો લાભ આપે છે. એજ રીતે ગોરૈયા શાખા કેનાલ રૂ. 34.38 કરોડના ખર્ચે 112.70 કિ.મી.લાંબી આ કેનાલ 18 ગામના 4800 ખેડૂતોની 8550 સીસીએ હેક્ટર જમીનને પિયતનો લાભ આપે છે અને વિરમગામ શાખા કેનાલ રૂ.14 લાખના ખર્ચે 6.91 કિ.મી.લાંબી આ કેનાલ એક ગામના 246 ખેડૂતોની 405 સીસીએ હેક્ટર જમીનને પિયતનો લાભ આપે છે.

ખેડૂતોનો મોંઢામાં આવેલો કોળીયો છીનવાયોઆમ રણકાંઠાના કુલ 82 ગામોમાંથી પસાર થતી રૂ. 269.71 કરોડના ખર્ચે રણકાંઠાના કુલ 29746 ખેડૂતોની કુલ 75695 સીસીએ હેક્ટર જમીનને પિયતનો લાભ આપતી 912.58 કિ.મી. લાંબી આ કેનાલમાં દર વર્ષે એવરેજ 3 ગાબડા મળી અત્યાર સુધીમાં છેલ્લા 3 વર્ષમાં 15થી વધુ ગાબડાઓ પડ્યા છે. જેમાં તાજેતરમાં જરવલા કેનાલમાં અને પાટડી કેનાલમાં 20થી 25 ફૂટના ગાબડા પડ્યા બાદ થોડા દિવસો અગાઉ પાટડીના મજેઠી કેનાલમાં પડેલા ગાબડાથી 100થી વધુ વીઘામાં એરંડા અને જીરાના પાકમાં પાણી ફરી વળતા ખેડૂતોનો મોંઢામાં આવેલો કોળીયો છીનવાઇ ગયો છે.

કેનાલ તૂટવાના મહત્વના કારણોકેનાલના કામો ખૂબ જ નબળા અને હલ્કી ગુણવત્તાવાળા છે.આ કેનાલોમાં સિમેન્ટનો ઉપયોગ ખુબ જ ઓછો જ્યારે રેત અને કપચીનો ઉપયોગ વધારે કરાયો છે.કેનાલ આખુ વર્ષ સૂકી રહ્યાં બાદ આ કેનાલમાં પાણી છોડાતા દર વર્ષ કેનાલોમાં ગાબડા પડે છે.માળીયા શાખા કેનાલમાં આખુ વર્ષ પાણી ભરાયેલું રહેતુ હોવાથી આ કેનાલમાં ક્યારેક જ ગાબડું પડે છે.ખેડૂતો કેનાલ નીચેથી બકનળી નાખી પાણી લેતા હોવાથી પણ કેનાલમાં ગાબડા પડે છે.ખેડૂતો માટે આશિર્વાદ સમી નર્મદા કેનાલ રણકાંઠાના ખેડૂતો માટે અભિશાપરૂપ બની.તંત્ર અને કોન્ટ્રાક્ટરની મિલી ભગતનો ભોગ નિર્દોષ ખેડૂતો બને છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો