વિધાનસભાની ચૂંટણી:સુરેન્દ્રનગરમા શ્રમયોગીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે મતદાનના દિવસે સવેતન રજા આપવી ફરજીયાત

સુરેન્દ્રનગર2 દિવસ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી તા. 1લી ડિસેમ્બર 2022, ગુરુવારના રોજ ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી- 2022 માટે મતદાન યોજાશે. આ દિવસે જિલ્લામાં કારખાના ધારા 1948, હેઠળના કારખાનામાં કામ કરતા શ્રમયોગીઓ તેમજ ધી બિલ્ડિંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્કર્સ એક્ટ-1996 અન્વયે નોંધણી થયેલી સંસ્થા/સાઈટ પર કામ કરતા શ્રમયોગીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે લોક પ્રતિનિધિત્વ ધારા-1951ની કલમ 135(બી) મુજબ મતદાનનાં દિવસે સવેતન રજા આપવાની રહેશે. આ જોગવાઈ અનુસાર રજા જાહેર કરવાના કારણે શ્રમયોગીઓ/કર્મચારીઓના પગારમાંથી કોઈ કપાત કરવાની રહેશે નહીં. રજાના કારણે જો શ્રમયોગી/કર્મચારી પગાર મેળવવાનો હક ન ધરાવતો હોય તેવા સંજોગોમાં જે-તે વ્યક્તિ રજા જાહેર ન થઈ હોય અને જે પગાર મળવાપાત્ર થતો હોય તેટલો પગાર ચૂકવવાનો રહેશે.

મતદારની ગેરહાજરીથી જોખમ ઊભું થવા સંભવ હોય, જે વ્યવસાય અને રોજગાર સાથે સંકળાયેલા હોય તે રોજગારમાં મોટા પ્રમાણમાં નુકસાન થવા સંભવ હોય તેવા કિસ્સામાં અથવા સતત પ્રક્રિયાવાળા કારખાનામાં કામ કરતા શ્રમયોગીઓ/કર્મચારીઓ મત આપવાનો અધિકાર ભોગવી શકે તે માટે ફરજના સમયમાંથી મતદાનના સમયગાળા દરમિયાન 3 થી 4 કલાક મતદાન માટે સવેતન રજા આપવાની રહેશે. જો કોઈ કારખાનેદાર, માલિક કે નોકરીદાતા ઉપરોક્ત જોગવાઈથી વિરુદ્ધનું વર્તન કરશે તો કાયદા હેઠળ શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જણાવાયું છે. ​​​​​​​

અન્ય સમાચારો પણ છે...