તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેવા:ગાંધી હોસ્પિટલમાં દાખલ દર્દીના 80થી વધુ સગાંને જમાડતું મંડળ

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વર્ધમાન ભારતી મહિલા ગૃહઉદ્યોગની ઉમદા સેવા

સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલમાં દાખલ દર્દીના સગાને ભુખ્યા ન રહેવુ પડે તે માટે વર્ધમાન મહિલા ગૃહ ઉધોગ દ્રારા ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. જયા દરરોજ સવારે અને સાંજે 80થી વધુ લોકોને ભોજન આપવામાં આવી રહ્યુ છે.જિલ્લામાં કોરોનાની સારવાર માટે જિલ્લા ભરના ગામડાની સાથે અન્ય શહેરો માંથી પણ લોકો આવી રહ્યા છે. દર્દીને ભલે મળવા દેવામાં ન આવતા હોય તેમ છતા તેમની સાથે જોડાયેલી લાગણી અને નાની મોટી જરૂરીયાત પુરી કરવા માટે દર્દીને સાથે તેમના સગા વ્હાલા હોસ્પીટલે સાથે આવતા હોય છે.

કોરોનાને કારણે સગા બહાર રહેતા હોય છે. દાખલ દર્દીઓને તો તંત્ર તરફથી જમવા તથા નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. પરંતુ હોસ્પિટલની બહાર ખુલ્લામાં રહેતા સગા માટે જમવાની કે કોઇ વ્યવસ્થા કરવામાં આવતી નથી. વર્તમાન સમયે શહેરમાં લોકડાઉન ચાલી રહયુ છે. અને આથી જ શહેરની હોટલો તથા નાસ્તાની તમામ લારીઓ બંધ છે. આવા સમયે દર્દીના સગાને જમવાની ખુબ મુશ્કેલી પડી રહી છે. જે લોકોના સગા શહેરમાં રહેતા હોય તેઓ તો જમવાની વ્યવસ્થા કરી લે છે. પરંતુ જેમનું આ શહેરમાં કોઇ જાણીતુ નથી તેમને ખુબ જ મુશ્કેલી પડી રહી છે.

આ બાબતની નોંધ લઇને વર્ધમાન મહિલા ગૃહ ઉધોગ દ્રારા ખાસ કરીને ગાંધી હોસ્પિટલમાં દાખલ દર્દીના સગા માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. સંસ્થાના પન્નાબેન શુકલ, સુશીલાબેન મહેતા, ઉષાબેન ઠાકરે આ ઉમદા કાર્યનો નિર્ણય લીધો હતો.જેમાં સંસ્થાના રૂપેશભાઇ, હર્ષદસિંહ, યશપાલસિંહ, જયોતીબેન, દર્શનાબેને આ જવાબદારી ઉપાડી લીધી હતી. આજે આ સંસ્થા દ્રારા ગાંધી હોસ્પિટલમાં દર્દીના 80થી વધુ સગા સબંધીને સવારે અને સાંજે ભરપેટ ભોજન કરાવવામાં આવી રહયુ છે.

અન્ય સમાચારો પણ છે...