તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વઢવાણના અણીન્દ્રા બસસ્ટેશન પાસે રહેતા અને નાયબ વનસંરક્ષકની કચેરીમાં હીસાબનીશ તરીકે ફરજ બજાવતા રણધીરસિંહ ગંભીરસિંહ ઝાલાએ બાઇક ચોરી થયાની ફરીયાદ જોરાવરનગર પોલીસ મથકે નોંધાવી હતી. આથી સીસીટીવી ફૂટેજ જોઇ બાઇક સુરેન્દ્રનગર તરફ ગયુ હોવાનું ધ્યાને આવ્યુ હતુ. કમાન્ડ કંટ્રોલરૂમમાં સીસીટીવી ફૂટેજમાં બાઇકની એન્ટ્રી બાબતે તપાસ કરતા બાઇક સાથે એક શખ્સ સુરેન્દ્રનગર તરફ આવતો હોવાનું જોવામાં આવ્યુ હતુ.
આથી જોરાવરનગર પોલીસે વોચ ગોઠવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ત્યારે ચોરીમાં ગયેલા બાઇક સાથે સુરેન્દ્રનગર રિવરફ્રન્ટથી ભોગાવામાં રતનપર તરફ આવતા કાચા રસ્તેથી નીકળતા તેને કોર્ડન કરી પકડી પાડયો હતો. શખ્સની પૂછપરછ કરતા મૂળ વઢવાણ સુડવેલ સોસાયટીના અને હાલ ખારાઘોડા રહેતા અરબાઝ પરમાર હોવાનું શખ્સે કબૂલ્યું હતું.આ ચોરીનો ભેદ ઉકેલવા માટે પીએસઆઈ એન.એચ.કુરેશી, હેમદીપભાઇ મારવણીયા, ચમનલાલ સહિતની ટીમે કામગીરી કરી હતી.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.