તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આરોપી ઝબ્બે:લીંબડી તાલુકાના મોટા ટીંબલાથી ગેરકાયદેસર દેશી હાથ બનાવટના તમંચા સાથે એક શખ્સ ઝડપાયો

સુરેન્દ્રનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
લીંબડી તાલુકાના મોટા ટીંબલાથી ગેરકાયદેસર દેશી હાથ બનાવટના તમંચા સાથે એક શખ્સ ઝડપાયો - Divya Bhaskar
લીંબડી તાલુકાના મોટા ટીંબલાથી ગેરકાયદેસર દેશી હાથ બનાવટના તમંચા સાથે એક શખ્સ ઝડપાયો
  • લીંબડીના મોટા ટીબલામાંથી સુરેન્દ્રનગર SOG પોલીસે પિસ્તોલ સાથે એકને ઝડપી પાડ્યોં

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના મોટા ટીંબલાથી ગેરકાયદેસર દેશી હાથ બનાવટના તમંચા સાથે એક શખ્સ ઝડપાયો છે. સુરેન્દ્રનગર SOG પોલીસે પિસ્તોલ સાથે એકને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી પોલીસ મથકની હદમાંથી એક શખ્સને પિસ્તોલ સહીતના મુદામાલ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરેન્દ્રનગર SOG પોલીસે પિસ્તોલ સાથે એકને ઝડપી પાડી લીંબડી પોલીસને આરોપી શક્તિસિંહ જગદીશસિહ રાણાને સોંપી તપાસનો ધમધમાટ શરૂ કરતા દોડધામ મચી જવા પામી છે.

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના મોટા ટીબલામાંથી અવાર-નવાર ગેરકાયદેસર દેશી હથિયારો સાથે શખ્સો ઝડપાતા સમગ્ર પથંકમાં ચકચાર મચી જવા પામી છે. આ બનાવ અંગે લીંબડી પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...